Patan : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ તારીખ 03 અને 04 માર્ચ, 2024 ના રોજ રાત્રે 8.00 કલાકથી રાણીની વાવ, પાટણ ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાના સંગીત સુર રેલાવ્યાં હતા.

પ્રથમ દિવસે સમારંભને સંબોધિત કરતા સાંસદશ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં ગુજરાતમાં પાટણથી કારોબાર ચાલતો હતો. રાજા સિધ્ધરાજ જયસિંહ પાટણથી વહીવટ કરતા હતા. આ રીતે પાટણની પ્રભુતા આપણે ઇતિહાસમાં જોઈ છે. આજનો આ સુંદર મનોરંજન સાથેનો કાર્યક્રમ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ ખૂબ મહેનત કરી છે. તમામને હુ બિરદાવું છુ. બે દિવસીય આયોજીત રાણકી વાવ ઉત્સવમાં ગુજરાતમાંથી ખૂબ સરસ કલાકારો બોલાવી પાટણ શહેરની પ્રજાનું મનોરંજન કરવામાં આવશે. આવો સૌ સાથે મળીને સંગીત સંધ્યાને માણીએ.

આયોજીત કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન મકવાણા, આગેવાનો કે. સી. પટેલ, શ્રી દશરથજી ઠાકોર, કિશોર મહેશ્વરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એસ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.એસ.પટેલ, પુરવઠા અધિકારી ડી.એસ.નીનામા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા, પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ, રમત ગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ ભાનુમતીબેન મકવાણા તેમજ વિવિધ અધિકારીઓ, અને પાટણની જનતા ઉપસ્થિત રહી હતી.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024