Patan Student

૨૬મી જાન્યુઆરીએ દિલ્હી-રાજપથ પર પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી થાય છે. રાજપથ પર લશ્કરી દળો દ્વારા પરેડ કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવે છે. આ પરેડ માં એકમાત્ર બિનલશ્કરી દળ “એન.એસ.એસ” ના સ્વયંસેવકોનું હોય છે.

આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી ૨૦૦ જેટલા સ્વયંસેવકોની પસંદગી થઈ હતી. તેમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ, પાટણ ના સ્વયંસેવક ‘ઠાકોર પૃથ્વીરાજ’ ની પણ પસંદગી થઈ હતી.

તેઓ પ્રથમ Pre-RD માં પસંદગી પામી જલગાંવ, મહારાષ્ટ્ર ખાતે પરેડની તાલીમ મેળવી હતી. Pre-RD માં કરી RD કેમ્પમાં પસંદગી પામી ત્યાર બાદ રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી રાજપથ ખાતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતનુ નામ રોશન કર્યું છે.

કોલેજના આચાર્ય ડૉ.એચ.એસ.પટેલ તથા એન.એસ.એસ કાર્યક્રમ અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રો.એન.કે.ડાભી અને ડો.એ.કે.ચૌધરીના સતત માર્ગદર્શનથી ઠાકોર પૃથ્વીરાજએ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ હાંસલ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024