પાટણ : કેનાલોમાં પાણી છોડવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

- Advertisement -

This browser does not support the video element.

ચાલુ સાલે ઉતર ગુજરાતમાં નહિવત પડેલા વરસાદના કારણે ખેડૂતોના વાવેતર કરવામાં આવેલા પાકો નિષ્ફળ જવાની નૌબત આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતની કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી રજૂઆત પાટણના ધારાસભ્ય દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રીને કરવામા આવી છે.

પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં ચાલું સાલે વરસાદ ઓછો થયો હોવાથી તળાવોમાં પુરતા પ્રમાણમાં પાણી ભરાયેલ નથી.

જેનાં કારણે ખેડૂતોને સિંચાઈ તથા પશુપાલન માટે પાણીની ખુબ જરૂર હોય જેથી ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે અને સિંચાઈની કેનાલો જેવી કે, ધરોઈ અને દાંતીવાડામાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે.

જો પાણી છોડવામાં નહી આવે તો ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ભારે આર્થિક નુકશાન થઈ શકે તેમ હોય આ બાબતને ગંભીરતાથી લઈ કેનાલોમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવા માટે લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.