બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર અંબાજી મંદિરના ૧૦૦૮ મહંત શ્રી અંકુશગિરિ બાપુ તેમજ દિયોદર તાલુકાના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં ગોગા મહારાજ ને જળાભિષેક કરીને ધજા દંડ ચડાવી ને શાસ્ત્રોકત અનુસાર વિધિવત રીતે પૂજા અર્ચના કરી હતી અને હવન કરવામાં આવ્યો હતો. ત્યારે અમરાભાઇ રેવાભાઈ ચોધરી (ખેડૂત ક્રાંતિ યુનિયન પ્રદેશ પ્રમુખ) સહિત નું ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
અને ભાવિક ભકતો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.