પાટણ : તાલુકા કોંગ્રેસની યોજાઈ વિસ્તૃત કારોબારી

પોસ્ટ કેવી લાગી?

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર આજરોજ પાટણ તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીનું આયોજન જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે રાખવામાં આવ્યું હતું. આ વિસ્તૃત કારોબારીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિતિ રહયા હતા.

ત્યારે કારોબારીની શરુઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ પાટણ તાલુકા કોંગ્રેસના નવીન પ્રમુખ શ્રવણસિંહ ઠાકોરે સ્વાગત પ્રવચનમાં તમામ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કયું હતું. ત્યારબાદ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને પદાધિકારીઓ દ્વારા રાણીની વાવનું સ્મૃતિચિન્હ અને બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે કોરોના મહામારીને યાદ કરી ભગવાન ફરીથી આવી મહામારી ન લાવે તેવી પ્રાર્થના કરી હતી. અને વધુમાં કોંગ્રેસ પાર્ટી સત્તા લેવા કે સત્તા માટે નહીં પરંતુ લોકો સરકારને પ્રશ્ન કરે અને જનતાને સાચો ન્યાય મળે તે માટેના પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કરતી આવી હોવાનું જણાવ્યું હતું. અને પાટણ તાલુકા અને જીલ્લા સહિત ગામેગામના પદાધિકારીઓ અને આગેવાનોને પોતાનું ઘર સાચવી રાખશો તો આગામી ર૦રરની વિધાનસભામાં તમામે તમામ કોંગ્રેસના ધારાસભ્ય હોવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

તો આગામી ર૦રરની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની બહેનોની સૌથી મોટી જવાબદારી હોવાનું જણાવી મોંઘવારીને લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. અને કોંગ્રેસ પાર્ટીમાં મહિલાઓનું નેતૃત્વ હોવાથી મહિલાઓ ભાજપ કરતા કોંગ્રેસને વધુ વોટ આપતી હોવાનું જણાવી અઢાર વર્ષ પૂર્ણ કરેલા નવયુવાનો પોતાનો પ્રથમ વોટ ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસને સાત ટકા લોકોએ વધુ વોટ આપ્યા હોવાનું જણાવ્યું હતું.

જે ગામમાં ભાજપની એન્ટ્રી નથી તેવા ગામોમાં વૃક્ષાારોપણના નામે ભાજપના પદાધિકારીઓ પ્રવેશ કરી રહયા હોવાના આક્ષોપો કરી આગામી ર૦રરની વિધાનસભા ચૂંટણીઓમાં એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ સહિતના જીલ્લાના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરોએ લોકોની વચ્ચે જઈ તેમનો સંપર્ક કરી વધુમાં વધુ કોંગ્રેસની સીટો લાવવા પ્રદેશ કાર્યકારી પ્રમુખે એકબીજાના મતભેદો ભુલી પાર્ટી માટે મહેનત કરવા અનુરોધ કર્યો હતો. તો કાર્યક્રમના અંતે પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રવણસિંહ ઠાકોરે આજરોજ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી વિસ્તૃત કારોબારી અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures