પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે નવીન બોડીની કારોબારી ચેરમેનની પ્રથમ કારોબારી સમિતિની આજરોજ બેઠક મળી હતી. ત્યારે નવીન બોડીની પ્રથમ કારોબારીની બેઠક મળતાં નવીન કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલનું ચીફ ઓફિસર સહિત નગરપાલિકાની તમામ શાખાના પદાધિકારીઓ દ્વારા બુકે અને ફૂલહાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ જણાવ્યું હતું કે નગરપાલિકાનું હયદય કારોબારી સમિતિ છે. રોજબરોજની કામગીરીનો મુખ્ય આધાર કારોબારી પર રહેલો છે. અને નગરપાલિકા એકટમાં કારોબારી કમિટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ યાત્રાળુ કમિટી હતી પરંતુ તે હવે નિકળી ગઈ છે અને કારોબારી સમિતિની સત્તાઓ ખૂબજ હોવાથી જવાબદારીઓ પણ વધતી હોય છે ત્યારે મંત્રી મંડળની કેબિનેટની બેઠક સાથે કારોબારી સમિતિને ગણાવી પાલિકાના ચીફ ઓફિસરે કારોબારી સમિતિના હકો અને રહેલી જોગવાઈઓથી કારોબારી ચેરમેન સહિત સમિતિના સભ્યોને અવગત કર્યા હતા.

ત્યારબાદ કારોબારી સમિતિની બેઠકમાં ૬૮ જેટલા કામોમાં મોટાભાગના કામોને મંજૂરી આપવામાં આવી હતી. તો કેટલાક કામો ગ્રાન્ટમાંથી કરવા અને કેટલાક કામો સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યા હતા. તદઉપરાંત કારોબારીની મળેલી બેઠકમાં ૧૭ જેટલા પુરવણી કામોની યાદીઓમાં પણ મોટાભાગના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. તો આ કારોબારીની મળેલી બેઠકમાં નલ સે જલ યોજના અંતર્ગત શહેરીજનોએ માત્ર પ૦૦ રુપિયા ભરીને ૧૭૪૮ જેટલા નળના કનેકશનોનો લાભ લીધો હતો.

આમ, સામાન્યપણે ૩૭પ૦ વહીવટી ચાર્જ વસુલ્યા બાદ નળ કનેકશન પાલિકા દ્વારા આપવામાં આવતો હોય છે પરંતુ નલ સે જલ યોજનામાં શહેરીજનોએ માત્ર પ૦૦ રુપિયામાં લાભ લીધો હતો. તો આ કારોબારી બેઠકમાં ટેન્કરના પીવાના ઉપયોગ સારુ ૧પ૦ રુપિયાની જગ્યાએ ર૦૦ રુપિયાના ભાવ કરવાને બદલે પીવાના પાણીના માત્ર ૧પ૦ રુપિયા જ ભાવ યથાવત રાખી બાંધકામ અને છંટકાવના કામમાં ૧૦૦ રુપિયાનો વધારો કરી ૪૦૦ રુપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ કારોબારીની બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન સહિત સભ્યો અને નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024