રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ અને સરસ્વતી તાલુકાના તમામ સંવર્ગના શિક્ષકોનો સંયુક્ત ગુરુ વંદના કાર્યક્રમ પાટણ (Patan) જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની અધ્યક્ષતામાં સરસ્વતી શિશુ મંદિર પાટણ ખાતે મંગળવારે સાંજે યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ગુરુપુણીમા અનુલક્ષીને વેદ વ્યાસની છબી સમક્ષ દીપ પ્રાગટય કરીને ગુરુપુજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિતિ મહેમાનો દ્વારા ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને અનુલક્ષીને પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.
ગુરુવંદના કાર્યક્રમ સાથે પાટણ (Patan) અને સરસ્વતી તાલુકાની વિસ્તૃત કારોબારીની બેઠક તેમજ બન્નો તાલુકાના અને જિલ્લાના નવીન હોદ્દેદારોની ઘોષણા કરવામાં આવી હતી તેમજ પડતર પ્રશ્નો અને સદસ્યતા અભિયાન બાબતે ચિંતન કરાયું હતું.
તો કાર્યક્રમમાં ડીડીઓ રમેશ મેરજા, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બિપીન પટેલ, સહિત શિક્ષકો અને હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.