પાટણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ છેલ્લા થોડાક સમય થી વધી છે. આવી પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ કરવામાં આવતું હોય છે. છતાં પણ છાશવારે આવા બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે પાટણ તાલુકાના મહેમદપુર ગામ નજીક એક ૩૫ વર્ષીય યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પાટણ તાલુકા પોલીસ ઘટના ઉપર પહોંચી હતી.
મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના મહેમદપુર ગામ માં આવેલ વ્હેડાની બાજુમાં એક ૩૫ વર્ષીય યુવકની લાશ જોવા મળી હતી જેને લઇને વહેલી સવારે અહીંથી નીકળતી મહિલાઓએ ગામના સરપંચ અને ગામલોકોને જાણ કરી હતી. આ ઈસમ ગામનો જ ગોડાજી પ્રતાપજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાની જાણ ગામના સરપંચ દ્વારા પાટણ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પાટણ તાલુકા પી. આઈ સહિતની ટીમ તાબડતોડ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલિસે લાશનું પંચનામું કરી લાશને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે ઘટનાની સાચી હકીકત જણવા માટે ચક્રોગતિમાન કર્યા છે. હાલમાં સમગ્ર ઘટનાની તપાસ પાટણ તાલુકા પી. આઈ ગોધમ કરી રહ્યા છે.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી