National vaccination

PATAN : રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે શહેરની એમ.એન.હાઈસ્કુલ ખાતેથી શરૂ કરવામાં આવેલા રસીકરણ અભિયાન અંતર્ગત 60 હજારથી વધુ બાળકોને અપાશે રસી

પાટણ શહેરની એમ.એન.હાઈસ્કુલ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોના રસીકરણનો (Vaccination of children from 12 to 14 years) શુભારંભ કરવામાં આવ્યો છે. તા.16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસથી શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના 60 હજારથી વધુ બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, અત્યાર સુધી થયેલા રસીકરણના કારણે જ કોરોના વાયરસની ત્રીજી લહેરમાં કેસોની સંખ્યા ઘટવા પામી છે. રસી કોવિડ સામે લડવા શ્રેષ્ઠ ઉપાય સાબિત થયો છે ત્યારે બાળકોના સ્વાસ્થ્યની રક્ષા માટે તેમને પણ રસી મૂકાવવા અને તંત્રને સહયોગ આપવા તમામ વાલીઓ તથા બાળકોને રસી લેવા પ્રોત્સાહિત કરવા શિક્ષકોને અપીલ છે.

રાજ્ય સરકાર દ્વારા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ, 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો અને 15થી 17 વર્ષના તરૂણોના રસીકરણ બાદ 12થી 14 વર્ષના બાળકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપવા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આ બાળકોને કોર્બેવેક્સ (CORBEWAX) રસીના 28 દિવસના અંતરે બે ડોઝ આપવામાં આવશે. તા.15 માર્ચ, 2008 થી તા.15 માર્ચ, 2010 સુધીમાં જન્મેલા ધોરણ 6, 7, 8 અને 9માં અભ્યાસ કરતાં જિલ્લાના 60,000 કરતાં વધુ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.

આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ગૌરાંગ પરમાર, મેલેરીયા ઑફિસર ડૉ.નરેશ પટેલ, મેડિકલ ઑફિસર, આરોગ્યકર્મીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024