પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં ૧૦ લાખ રુપિયાનું દાન ડો.અજયભાઈ પારઘી દ્વારા તેમનાં કાકા સ્વ.કિર્તીકુમાર જયસુખદાન પારઘીના સ્મરણાર્થઆપવામાં આવ્યું હતુું. જેઓના હસ્તે દાન આપવામાં આવ્યું હતું તેવા દાતા ડો.અજયભાઈનો સ્વર્ગવાસ તા.ર૪-૭-ર૦ર૧ના રોજ થયો હતો.
તે નિમિત્તે લાયબ્રેરીમાં રવિવારે સાંજે પાંચ કલાકે શ્રધ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. લાયબ્રેરીના પ્રમુખ ડો.શૈલેષ સોમપુરા દ્વારા દાતાના જીવનની ઝલક આપીને સૌ ઉર્પસ્થિત સભ્યોએ બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
પાટણની પ્રભુતા પુસ્તક પર વકતા દિનેશભાઈ પંચાલ દ્વારા પુસ્તકમાં આવતા જુદા જુદા પ્રસંગો અને વર્ણનો સરળ ભાષામાં રજૂ કરી સમજાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સુરેશભાઈ દેશમુખ, રાજેશભાઈ પરીખ, મહાસુખભાઈ મોદી, કેશવલાલ ઠકકર તથા પાટણના નગરજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને આભારવિધી મંત્રી ડો.આશુતોષ પાઠકે કરી હતી.