પાટણની ઐતિહાસિક વિરાસતોને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઉજાગર કરવા જેઓએ પોતાનું સર્વસ્વ જીવન માત્ર પાટણ નગરને સમર્પિત કયું હોય એવા પાટણના જાણીતા ઇતિહાસકાર સ્વર્ગસ્થ મુકુંદભાઇ બ્રહ્મક્ષત્રિય લિખીત મુકુંદ સ્મરણ મંજૂષા પૂસ્તક વિમોચનનો કાર્યક્રમ રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. પ્રાચીન પાટણના એક-એક ઐતિહાસિક વારસાને શહેરના ખુણે ખુણે ફરી સમગ્ર વિરાસતોને પોતાના જીવનમાં આ ભામાશાએ અંકિત કરી હતી.
સ્વર્ગસ્થ મુકુન્દભાઇ બ્રહ્મક્ષત્રિયએ સિધ્ધરાજ જ્યસિંહના કાળથી જે પણ સ્થાપત્યો હયાત હતા તેવા સ્થાપત્યોને પોતાની કલમમાં કંડારી લોકહ્રદય સુધી પહોંચાડયા હતા.ત્યારે તેમના હસ્તે લખાયેલ મુકુંદ સ્મરણ મંજૂષા પુસ્તકનો વિમોચન કાર્યક્રમ ગાંધીસ્મૃતિ હોલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે મુકુંદભાઇ એક ઇતિહાસકારજ નહીં પરંતુ તેમનો સ્વભાવ વિરાસતો , પ્રકૃતિ અને ધર્મસ્થાનોની મુલાકાતમાં જ હંમેશા રચ્યો પચ્યો રહેતો હતો અને તેમના જીવનની યાત્રા માત્ર રાણકીવાવ જ હતી.
પૂણ્યાત્મા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી વિવેકાનંદના વિચારોને વળગી રહયા હતા. તો આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ ઈતિહાસકાર મુકુદભાઇના જીવન વિશે અલગ અલગ પ્રતિભાવો વ્યકત કર્યા હતા. આ કાર્યક્રમમાં ડો.સુભાષ બ્રહ્મભઢ્ઢ, ડો.લલિત પટેલ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ, તેમજ સ્વર્ગસ્થના પરીવારજનો ઉપસ્થિત રહયા હતા.