પાટણ સ્થિતિ હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવસીટીના કુલપતિ જે.જે.વોરા પર ર૦૧૮ એમ.બી.બી.એસ.ના ૩ વિધાર્થીઓના ગુણ ચકાસણી મામલે તેમના પર પાસ કરાયા હોવાના ગંભીર આક્ષેપ થયા હતા. અને ફેબ્રુઆરી મહિનામાં તેમના વિરુદ્ઘ જોરદાર દેખાવો કરી વિરોધ પ્રદર્શનો પણ થયા હતા.
અને આ મામલો વિધાનસભામાં પણ ગુજયો હતો ત્યારે રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે તપાસના આદેશો કરાયા હતા અને પંકજકુમારને સમગ્ર મામલાની તપાસ સોંપાઈ હતી પરંતુ માર્ચમાં કોરોના ની બીજી લહેર ને લઈ આ તપાસમાં વિલંબ થયો હતો અને હવે કોરોનાનીસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે યુનિવસીટીમાં તપાસ નો ધમધમાટ શરૂ થયો છે રાજ્ય ના ગૃહ વિભાગ તરફથી આ અંગે રેકર્ડ મંગાવવામાં આવ્યા હતા.
ત્યારે તા. ર૪મી ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ કારોબારી મળી હતી અને આ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ આ મુદ્દો એકા એક સાઈડ કરી બીજા દિવસે કારોબારી મળશે તેમ નક્કી થયું હતું પણ બીજા દિવસે કારોબારી મુલત્વી રાખતા સમગ્ર ઘટના મીડિયામાં આવી હતી
ત્યારે ર૪મી ફેબ્રુઆરી ના રોજ મળેલ્ા કારોબારી ના તમામ રેકર્ડ સીલ કરાયા હતા તે હવે ગૃહ વિભાગને મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.
આ અંગે આજે મીડિયા સમક્ષ તપાસની કામગીરી શરૂ થઈ હોવાનું જણાવ્યું હતું.