પાટણ શહેરના હાર્દસમા બગવાડા દરવાજા પાસે આવેલા નગરપાલિકા સંચાલિત કોમ્પ્લેક્ષની છાત એકાએક ધરાશાયી થયા બાદ પાલિકા તંત્ર સફાળુ જાગી ઉઠયું હતું અને પડી રહેલા વરસાદમાં ફરીથી છત પડવાના કારણે મોટી જાનહાની ન સર્જાય તેની તકેદારીના ભાગરુપે એકબાજુનો રોડ બંધ કરી પડી જવાના વાંકે ઉભેલી તમામ જર્જરીત તમામ દિવાલોને પાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી.
આમ પાલિકા દ્વારા પડવાના વાંકે ઉભેલા કોમ્પ્લેક્ષમાં ફરી એકવાર દુર્ઘટના ન સર્જાય તે માટેની સતર્કતા દાખવી સરાહનીય કામ કરતાં વેપારીઓમાં પ્રશંસાપાત્ર બન્યા હતા.
તો વેપારીઓ દ્વારા વહેલીતકે આ કોમ્પ્લેક્ષનું રિનોવેશન કરવામાં આવે તેવી માંગ સાથે ચીફ ઓફિસરને રજૂઆત પણ કરવામાં આવી હતી.
ત્યારે પાલિકા હસ્તકના વર્ષો જૂના અને પડવાના માં ફરીવાર કોઈ છત પડવાથી મોટી જાનહાની ન સર્જાય તેની કાળજી લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓમાં લોકમાંગ ઉઠવા પામી હતી.