હિન્દુ શાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા ગવાયો છે. એમાં પણ શકિત ઉપાસના માટે આસો નવરાત્રીનું મહત્વ ફળદાયી છે.
નવ દિવસ સુધી માં જગદંબાની કુળના રિવાજ અનુસાર જુદી જુદી રીતે ઉપાસના અને આરાધના થાય છે. નવરાત્રી પર્વમાં પ્રથમ નોરતે ઘટસ્થાપનથી લઈને અને અંતિમ દશેરા સુધીના પર્વને ખુબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે.
ત્યારે નવલા નોરતાના હવે ગણતરીના જ કલાકો બાકી રહયા છે ત્યારે પાટણ શહેરમાં વસતા ઓતિયા પરિવાર દ્વારા માતાજીના માટીના ગરબા બનાવવા આખરી ઓપ આપી રહયા છે.
ત્યારે પ્રથમ પુત્ર પ્રાપ્તિ સહિત બાધા માનતાઓ માટે આ માતાજીના માટીના ગરબા ભાવિક ભકતો દ્વારા લઈ જવામાં આવતા હોય છે.
ત્યારે આજે વિવિધ આકર્ષક અને રંગબેરંગી માતાજીના માટીના ગરબાની માંગ વધતાં ઓતિયા પરીવાર દ્વારા તે પ્રકારના માટીના ગરબાને સુશોભિત કરી તેને વહેંચવામાં આવતા હોવાનું ઓતિયા પરિવારના નવીનભાઈએ જણાવ્યું હતું.