પાટણ : મહોરમને લઈ તાજીયા જુલુસને અપાયો આખરી ઓપ

ઈસ્લામધર્મના મહાન પયગંબર મોહમ્મદ મુસ્તુફા સાહેબ ના દોહિત્ર, શેરેખુદા હજરત અલીના પુત્ર અને સત્ય તેમજ માનવતાના મૂલ્યોની રક્ષાા માટે પોતાના જ કુટુંબીભાઈ દુરાચારી યઝીદ સામે જંગ કરી પોતાના ૭ર જાનીસાર સાથીઓ સાથે શહિદી વ્હોરી લેનાર હજરત ઈમામ હુશેન ની યાદમાં મુસ્લિમ બિરાદરો દવારા પ્રતિવષ યવ્મે આશુરા મહોર્રમ નીમીતે તાજીયા શરીફના જુલુસ નિકાળવામાં આવે છે. પરંતુ ચાલુ સાલે વૈશ્વીક કોરોના મહામારીને લઈ સાદગી પૂર્ણ અને સોશિયલ ડીસ્ટન્સ સાથે પોતાનાજ વિસ્તારોમાં તાજીયા શરીફ રાખવામાં આવશે. અને મહોરમ નિમીતે નિકળતું જુલુસ ચાલુ સાલે સરકારની ગાઈડ લાઈન મુજબ મૌકુફ રાખવામાં આવ્યું છે. આ વર્ષે તારીખ ૧૯મી ઓગસ્ટ ર૦ર૧ ને ગુરુવાર અને તારીખ ર૦ મી ઓગસ્ટ ર૦ર૧ ને શુક્રવારના રોજ તાજીયા શરીફના જુલુસ મૌકુફ રાખી પોતાના વિસ્તારોમાંજ રાખવામાં આવશે.

પાટણ શહેરના મુસ્લિમ બિરાદરો દવારા યવ્મે આશુરા ને મનાવવા ઠેર ઠેર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુસ્લીમ બહુમત ધરાવતા વિસ્તારોમાં શહીદે આઝમ હજરત ઈમામ હુશૈનની યાદમાં પાણીની સબીલ (પરબો) લગાવવામાં આવી છે. બેનરો અને ઝંડા, પતાકા લગાવી રાતે નોબતો બજાવવામાં આવે છે. તો હજરત ઈમામ હુશૈનના રોઝાની પ્રતિકૃતિ અને ઈસ્લામીક કલાકૃતિની ઝાંખી કરાવતા તાજીયા શરીફને આખરી ઓપ આપવામાં આવી રહયા છે. તદુપરાંત વિવિધ વિસ્તારોમાં ઘોડા બનાવવાની કામગીરી પણ આખરી ઓપ આપતા જોવા મળ્યા હતા. તો પાટણ શહેરના ખાન સરોવર પાસે આવેલા ઈમામવાડા ખાતે પાટણ શહેર સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના તાજીયા મુબારક બનાવવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

ત્યારે પાટણ શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં તાજીયા મુબારકને કારીગરો દ્વારા આખરી ઓપ આપતાં જોવા મળ્યા હતા. તો તાજીયા મુબારક બનાવતાં કારીગરે સાત થી આઠ દિવસમાં તાજીયા મુબારક બનાવતા હોવાનું જણાવી તેમાં વપરાતી સાધન સામગ્રી વિશેની માહિતી આપી હતી. તો મુસ્લિમ સમાજના આગેવાન એવા ભુરાભાઈ સૈયદે પણ આજથી ૧૪૦૦ વર્ષે પૂર્વે સત્યના કાજે હજરત ઈમામ હશન અને હુશેને પોતાના ૭ર સાથીઓએ સત્યના કાજે વ્હોરેલી શહીદીને પણ આજે યાદ કરી ભારતભરમાં મોહરમ પર્વ નિમિત્તે તાજીયા મુબારક કાઢી યવ્મે આશુરા મનાવવામાં આવતો હોવાનું જણાવી મોહબમ પર્વ નિમિત્તે નિકળતાં તાજીયા જુલુસની દંત કથા જણાવી ચાલુસાલે સંભવિત કોરોનાની ત્રીજી લહેરને કોરોના મહામારીને લઈ સોશીયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી પોતાના વિસ્તારોમાં જ ધાર્મિક આસ્થા અને શ્રધ્ધા સાથે મોહરમ પર્વ મનાવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.