પાટણ : કમલની પૂજા સાથે ૧૦૮ જાપમંત્ર કરી એકાશનાની કરાઈ પૂણાહૂતિ

પાટણ શહેરના સાગર જૈન ઉપાશ્રય ખાતે આજરોજ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ સુદ બીજથી શ્રાવણ સુદ અગિયારસ એમ ૯ દિવસ એકાશના આયંબીલ અંતર્ગત આજે સમાપન પ્રસંગે વિશિષ્ટ યાંત્રિક પુજા કરવામાં આવી હતી. નવ દિવસ સુધી ૭ વર્ષ થી ૭૦ વર્ષ સુધીના જૈન શ્રાવક શ્રાવિકોએ એકાશના કર્યાં હતા આજે વિધિ વિધાન સાથે સમાપન કરાયું હતું. મહારાજ સાહેબજી એ નવ દિવસ ની તપ આરાધના બાદ આજે સમાપન થયું હતુંં.

પાટણ સ્થિત જૈન સાગર ઉપાશ્રય મા નવ દિવસ સુધી વિવિધ જ્ઞાન વર્ધક હરિફાઈઓ યોજાઈ હતી નવ દિવસ શુધી કાચ, સીરામીક, થર્મોકોલ, પર શ્લોક નવકાર મંત્ર પેઇન્ટીંગ બનાવવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યાં હતા. તો આજે કમલની પૂજા સાથે ૧૦૮ જાપ મંત્ર કરી એકાશનાની પૂણાહૂતિ કરવામાં આવી હોવાનું પાશ્ર્ચકીર્તિસાગર મહારાજ સાહેબે જણાવ્યું હતું.