કોરોના ની બીજી લહેર ને લઈ રાજ્ય સરકાર પર ખુબજ મોટા પ્રમાણમાં માછલાં ધોવાયા હતા બીજી લહેરમાં એક બાજુ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થતાં આરોગ્ય સેવાઓ કથળી હતી દર્દીઓ તેમજ સગાવ્હાલાંઓ માટે બેડ ઓકિ્સજન દવા ઇન્જેક્શન સહિત આરોગ્ય લક્ષી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નહતી.
ત્યારે એકા એક સફાળી જાગેલ સરકારે તાબડતોબ વ્યવસ્થાઓ ઉભી કરવા પી.એચ.સી. અને સી.એચ.સી. પાટણ સિવિલ ધારપુર સિવિલમાં ઓકિસજન પ્લાન્ટ તેમજ બેડ ની સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉભી કરી દીધી છે. પાટણ જિલ્લામાં ૧પ૦૦ થી વધુ બેડ ઓકિ્સજન સાથે તૈયાર કરાયા છે.
પાટણ જિલ્લામાં જૂન બાદ કોરોના ની લહેર નબળી પડી છે અને ઓગષ્ટમાં તો એક પણ પોઝીટીવ કેસ નહિ આવતા પાટણ અને વહીવટી તંત્ર માટે રાહત રૂપ છે હાલ જિલ્લા મા રોજ બરોજ ૧૦૦૦થી ૧ર૦૦ જેટલા ટેસ્ટીંગ થઈ રહ્યા છે.
પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર સંભવિત ત્રીજી લહેર ને પહોંચી વળવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.