PATAN : પાટણ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના (Pradipsinh Jadeja) અધ્યક્ષસ્થાને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી આેની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ રજૂ કરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિત અંગે ગૃહ રાજ્ય મંત્રીએ જરૂરી માર્ગદર્શન અને સુચનાઆે આપી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ (Akshay Raj Makwana Patan SP) પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્ય મંત્રી ને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરહદ સાથે જોડાયેલા પાટણ જિલ્લામાં ઈન્ટેલિજન્સ સેવાઆે સારી બને તે માટે અખંડ ભારત પોલીસ મિત્ર યોજના અંતર્ગત ૪૦ પોલીસ જવાન, ૧રપ૦ ગ્રામ રક્ષક દળના જવાનો તથા ૭પ૦ હોમગાર્ડના જવાનો કામગીરી કરી રહ્યા છે. સાથે જ પગીની મદદ અને બી.એસ.એફ. સાથે પોલીસ જવાનો પેટ્રોલિગ કરી રહ્યા છે.

વાહનચોરી અને ઘરફોડ ચોરીઆેના ડિટેક્શન માટે મહત્વપૂર્ણ સાબિત થયેલા વિશ્વાસ પ્રોજેક્ટની માહિતી આપતાં પોલીસ અધિક્ષકએ જણાવ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ પાટણ, રાધનપુર અને સિદ્ઘપુર શહેર ખાતે કુલ ૯૧ સ્થળોએ ૪૯૬ સી.સી.ટી.વી. કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. હાલ ર૪ કલાક કાર્યરત એવા કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પર સતત મોનિટરીગના કારણે જિલ્લા માં ચેઈન સ્નેિચગ, લુંટ અને ચોરી જેવી ઘટનાઆેમાં સતત ઘટાડો થવા પામ્યો છે.

જિલ્લામાં ગુનાખોરી તથા કાયદો અને વ્યવસ્થા વિશેની આંકડાકિય માહિતી અને સ્થિતિ ઉપરાંત પોલીસ અધિક્ષકે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માનવીય અભિગમ દાખવી કોરોના વાયરસ મહામારી દરમ્યાન વ્યવસ્થા અંગે ગૃહ રાજ્ય મંત્રીને અવગત કરાવ્યા હતા. ઉપરાંત નૈતિક ફરજના ભાગરૂપે વ્યસનમુિક્ત માટે ગામ દત્તક લીધા હોવાનું પણ જણાવ્યું હતું.ક્રાઈમ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલી વિગતોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપતાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટના સુચારૂ ઉપયોગ થકી ઘરફોડ ચોરીના મહત્તમ ડિટેક્શન થાય તે જરૂરી છે.

ખેડૂતોની જમીન હડપ કરી લેનારા આરોપીઆેને ઝડપી લઈ લેન્ડ ગ્રેિબગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવી આવશ્યક છે. સાથે જ લોંગ ટર્મ વિઝા પર આવેલા નાગરિકોનું રસીકરણ તથા તેમના અનાજ-રાશન અને શિક્ષણની વ્યવસ્થા કરવા ગૃહ રાજ્ય મંત્રીએ પોલીસ અધિકારીઆેને સુચન કયુઁ હતું.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં તથા કોરોના વાયરસ મહામારીની સ્થિતિ માં શ્રેષ્ઠતમ કામગીરી કરનાર પોલીસ અધિકારીઆે અને પોલીસકર્મીઆેને ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે પ્રશિસ્તપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.મિડીયાકર્મીઆેને વિગતો આપતાં ગૃહ રાજ્ય મંત્રી એ જણાવ્યું કે, બોર્ડર તથા કચ્છ જિલ્લા સાથે જોડાયેલા પાટણ જિલ્લામાં હાઈવે પર થતી ચોરીઆે અને લુંટ બંધ થાય તે માટે પોલિસ વિભાગ ઉત્તમ કામગીરી કરી રહ્યો છે. ગુજરાતની ઈચ્છાને પરિણામલક્ષી સ્વરૂપ આપવા દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા પોલીસ વિભાગ કટીબદ્ઘ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024