Patan

પાટણ જિલ્લાના રાધનપુરમાં 20 જૂલાઇના રોજ સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવના મંદિરમાં ચોરીનો બનાવ બનેલ જેમાં અજાણયા ચોર ઇસમોએ મંદિરના અંદર આવેલ રુમમાંથી દરવાજાનો નકુશો તોડી અંદરની તિજોરીનો લોક તોડી તિજોરીમાં મુકેલ ચાંદીના છત્તર તથા રોકડ રકમ મળી કુલ રૂ.૧,૨૭,૨૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

રાધનપુર પોલીસને બાતમી હતી કે, સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી ફરાર થઇ ગયેલા ઈસમો ધરવડી અતિથિ હોટલ ખાતે આવ્યા છે અને ચોરીનો મુદ્દમાલ વેચવાની ફિરાકમાં છે. જે હકીકતના આધારે પોલીસે 4 ઈસમોને પકડી મુદ્દામાલ ઝડપી મંદિર ચોરીનો ભેદ ઉકેલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓના નામ:-

(૧) વિપુલભાઈ નારખણભાઈ મસાજી ઠાકોર ઉ.વ. ૧૯ રહે-ધરવડી તાઃરાધનપુર

(ર) પ્રકાશભાઇ નાથાભાઇ નેમાભાઇ રાવળ ઉ.વ.રર રહે- સવપુરા તા.કાંકરેજ

(૩) લેંબાભાઇ તેજાભાઇ સામજીભાઇ ઠાકોર ઉ.વ.રર રહે-સુલ્તાનપુરા તા.રાધનપુર

(૪) ચમનભાઇ સોનાભાઇ ધરમશીભાઇ ઠાકોર ઉ.વ.૩૨ રહે-સુલ્તાનપુરા તા.રાધનપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024