રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ચાલુવર્ષે નવી યોજના અમલમાં મુકવામાં આવી છે જેને પાટણ જિલ્લામાં હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે.

પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમની જણસોની સાચવણી અને વિવિધલક્ષી કાર્યો માટે ર૦૦ લિટર ક્ષમતાનું પ્લાસ્ટીકનું ડ્રમ અને બે ટોકર રૂ. બે હજારની મર્યાંદામાં આપવાની નવી યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ ખેડૂતલક્ષી યોજના માટે ૧પ ઓગષ્ટથી આઈ ખેડૂત પોર્ટલ ખુૡું મુકવામાં આવ્યું હતું જેમાં ૩૧ ઓગષ્ટ સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શક્યા હતા.

પાટણ જિલ્લામાં ૧,૮૭,૦૦૦ જેટલા ખેડૂતોમાંથી ૬૮૩૭૩ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી ગ્રામસેવક કે નજીકની ખેતીવાડી કચેરીને અરજીની પિ્રન્ટ આઉટ ખેડૂત ખાતેદાર હોય તો તેની સંમતિ, ૮અ, જાતિનો દાખલો, દિવ્યાંગ હોય તો તેનો દાખલો સહિત સાધનિક કાગળો સાથે જમા કરાવવાના હોય છે.

આ યોજના અંતર્ગત સરકાર અને ખેતી નિયામક તરફથી જિલ્લાવાર લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવનાર છે. લક્ષ્યાંકની ફાળવણી થયેથી કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરી અગ્રતાક્રમ પ્રમાણે લક્ષ્યાંકની મર્યાંદામાં પુરક મંજૂરી આપવામાં આવશે.
પાટણ જિલ્લામાં ખેડૂતો માટેની વિવિધ યોજનાઓની જેમ આ યોજનામાં ઓનલાઈન અરજી કરી ખેડૂતોએ લાભ લઇ સાનુકૂળ પ્રતિસાદ દર્શાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024