નેધરલેન્ડ સરકાર દ્વારા નકારવામાં આવેલા થાઈ કોથમીર બિયારણનો સ્ટોક ભારતમાં પરત લાવી તેનું બારોબાર વેચાણ કરવામાં આવનારૂ હોવાની ફુડ વિભાગની ટીમને બાતમી મળી હતી.

જેને આધારે એફએસએસના સહયોગથી પાટણની ફુડ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં પાટણ તાલુકાના કણી ગામે આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાંથી આબાદ ઝડપી લીધા હતા. તેમજ તેનાં સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ નેધરલેન્ડ સરકાર દ્વારા નકારવામાં આવેલા થાઈ કોથમીર (ધાણા બીજ) બિયારણનો જથ્થો ૧પ૪ બેગ કિ.ગ્રા.૬૧૬૦ કિમંત રૂપિયા ૪,૯ર,૬૪૦નો પાટણ તાલુકાના કણી ગામે આવેલી ખાનગી કંપનીના ગોડાઉનમાં પરત કરવામાં આવ્યો હતો. જે જથ્થાને ભારતમાં વેચાણ કરવાની પેરવી કરવામાં આવી રહી હોવાની મળેલી બાતમીના આધારે ગતરોજ એફએસએસનાં સહયોગથી ફુડ વિભાગની ટીમે કણી ગામે રેડ કરી તપાસ હાથ ધરી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં ઉપરોક્ત જથ્થો મળી આવતાં તેનો નમુનો લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. તેમજ બાકીના તમામ જથ્થાને સીઝ કરી કંપનીના કાર્યકર્તા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024