પાટણ શહેર ધાર્મિક નગરી હોવાથી અહી પ્રસંગોપાત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. અને શ્રધ્ધા ભેર માતાજીનું કરવેઠુ પરીપુર્ણ કરી બાધા આકડી ધાર્મિક લોકો પુર્ણ કરતાં હોય છે.

ત્યારે પાટણ શહેરના હિંગળાચાચર જીલ્લામાં વસતા પાટણ મોઢ મોદી સમાજની વર્ષો જુની પરંપરા મુજબ પોતાના ઘરે પ્રથમ પુત્રની પ્રાપ્તી અર્થ વરબેડાની પ્રથા આજના આધુનીક યુગમાં પણ અકબંધ જોવા મળી હતી.

ત્યારે શ્રાવણ માસમાં આવતી જન્માષ્ટમી પછીના પ્રથમ રવિવારે હિંગળા ચાચર ચોકથી પોતાના ઘરે પ્રથમ પુત્ર પ્રાપ્ત થયેલ મહિલા ઓ નવિન કપડાંઓમાં સાજ શણગાર સાથે સજજ થઈ માથે વરબેડા ઉપાડી ખુલ્લા પગે સિંધવાઈ માતાજીના માનતાના ગરબા શ્રધ્ધાભેર ઉપાડી યુનિવર્સીટીની સામે આવેલ સિંધવાઈ માતાજીના મંદિર ખાતે આવી પહોંચે છે.

જયાં તમામ મહિલાઓ પોતાના વર બેડા માતાજીને સમપિત કરી પોતાની બાધા માનતા પુર્ણ કરતી હોય છે. ત્યારે ચાલુ સાલે હિંગળાચાચર જીલ્લામાંથી કુલ ર૦ જેટલા વર બેડા કાઢવામાં આવ્યા હતાં અને પ્રથમ પુત્રની પ્રાપ્તી બાદ પોતાના ઘરે સુવાવડનો પ્રસંગ કોઈ વિધ્ન વગર પુર્ણ થતા માતાજીને શીરાની પ્રસાદી પણ ધરાવવામાં આવતી હોય છે

અને હિંગળાચાચર જીલ્લાનાં તમામ મોઢ મોદી સમાજ દવારા ઉજાણી સ્વરુપે આખો દિવસ મંદિર પરિસર ખાતેજ પુર્ણ કરી પ્રસાદી સહિત યજ્ઞનું આયોજન પણ કરવામાં આવતું હોવાનું હિંગળાચાચર જીલ્લાના પ્રમુખ સંજય મોદી એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024