પાટણ: ચાણસ્માના નવજીવન વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકને સંચાલકોએ પાઇપોથી ઢોરમાર મારી જાતિ વિષયક ટિપ્પણી કરતા ફરિયાદ
યુવકને માર માર્યો હોવાની સાથે સાથે જાતિ વિષયક અપમાનિત કરાયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ..
પાટણના સરદાર કોમ્પલેક્ષમાં કાયૅરત વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકને ઢોર માર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના હજુ લોક માનસપટ પરથી દૂર થઈ નથી ત્યાં ચાણસ્મા તાલુકાના લણવા ગામમાં આવેલા નવજીવન વ્યસન મુક્તિ કેન્દ્રમાં એક યુવાન સાથે માર મારવાની સાથે તેની જાતિ વિરુદ્ધ અપશબ્દ બોલવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે અને આ બાબતે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી હકીકત મુજબ લણવા ખાતે નવજીવન વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોરબીના રાકેશભાઈ કે, જેઓને દારૂ પીવાની લત હોવાથી આ વ્યસન છોડાવવા માટે 8000 રૂપિયા માસિક ચાર્જ ભરી આ મુક્તિ કેન્દ્રમાં ભરતી થયા હતા. આ દરમિયાન છેલ્લા પાંચ દિવસથી નવજીવન વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકો નરેશ પટેલ, આનંદ પટેલ, સંકેત પટેલ અને ગોવિંદ પટેલ નામના વ્યક્તિઓ રાકેશને ચાલવા બાબતે તેમજ પાણી પીવા બાબતે જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરી પ્લાસ્ટિકની પાઇપ થી માર મારવાનો શરૂ કર્યો હતો.
આ બાબતે રાકેશભાઈ સોલંકીએ પોતાના ભાઈને ફોન કરીને જાણ કરી હતી. જેથી તેના પરિવારજનો લણવા વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા અને રાકેશને ત્યાંથી લઈ જઈ બાદમાં ચાણસ્મા પોલીસ સ્ટેશન માં નવજીવન વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક નરેશ પટેલ, આનંદ પટેલ, સંકેત પટેલ અને ગોવિંદ પટેલ એમ ચાર સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પાટણના સરદાર કોમ્પલેક્ષમાં વ્યસન મુક્તિ કેન્દ્ર ઉપર ઢોર મારવાના કારણે એક વ્યક્તિના થયેલા મોત બાદ ચાણસ્મા ના લણવા ખાતે થી પ્રકાશમાં આવેલા કેસને લઈને અનેક ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ