Dhanvantari Arogya Rath
- ધન્વંતરી આરોગ્ય રથ (Dhanvantari Arogya Rath) ના તબીબોને ઓક્સિજન સિલિન્ડર ઑપરેટ કરવાની તાલીમ આપવામાં આવી
- સરવે દરમ્યાન જો કોઈ દર્દીને શ્વાસ લેવામાં સમસ્યા જણાય તો તે દર્દીને ઘરે જ ઓક્સિજન સિલિન્ડર પૂરો પાડી સારવાર કરવા અંગે ધારપુર મેડિકલ કોલેજ ખાતે અપાઈ તાલીમ
- છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરમાં કોવિડ-૧૯ના કેસ અને તેનાથી થતા મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે.
- ત્યારે સમયસર તેના નિદાન માટે શહેરમાં કાર્યરત કરવામાં આવેલા ધન્વંતરી આરોગ્ય રથમાં કામ કરતાં તબીબોને ઓક્સિજન સિલિન્ડર ઑપરેટ કરવાની તાલીમ આપવામાં આવી.
- કોરોના વાયરસના લક્ષણો જણાય કે તરત સારવાર શરૂ કરવામાં આવે તો મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય છે.
- કોવિડ-૧૯ના શંકાસ્પદ દર્દીઓને સમયસર નિદાન થાય અને વધુ ઝડપથી સારવાર આપી શકાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૦ જેટલા ધન્વંતરી આરોગ્ય રથ (Dhanvantari Arogya Rath) કાર્યરત કરવામાં આવ્યા છે.
- જેમાં ફરજ બજાવતા ૨૦ આર.બી.એસ.કે. ડૉક્ટર્સને ધારપુર મેડિકલ કોલેજ ખાતે ઓક્સિજન સિલિન્ડર ઑપરેટ કરવાની તાલીમ આપવામાં આવી.
- ધન્વંતરી આરોગ્ય રથ (Dhanvantari Arogya Rath) ની પ્રત્યેક ટીમ દરરોજ ૧૨૦થી વધુ પરિવારોનો સરવે કરે છે.
- આ સરવે દરમ્યાન જો કોઈ દર્દીને શ્વાસ લેવામાં સમસ્યા જણાય તો તે દર્દીને ઘરે જ ઓક્સિજન સિલિન્ડર પૂરો પાડી સારવાર કરવામાં આવે છે.
- ઉપરાંત જો કોઈ દર્દીને ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત જણાય તો તે શહેરની રેડક્રોસ સોસાયટીના ફોન નં.૦૨૭૬૬-૨૨૧૮૯૧ અને સોનલ ચિલ્ડ્રન હોસ્પિટલના ફોન નં.૦૨૭૬૬-૨૨૦૪૧૬ પર સંપર્ક કરી શકે છે.
- આ કર્મચારીઓના પગારમાં થશે 15% નો વધારો, જાણો વિગત
- સૌરાષ્ટ્ર અને રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય
- રક્ષાબંધનના દિવસે સર્જાયો ભદ્રા યોગ,જાણો રાખડી બાંધવાના શુભ મૂહર્તો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow