મેડીકલ ક્ષેત્રે પાટણ શહેરે પ્રગતિ સાધી છે ત્યારે પાટણ ની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ડોકટર તરીકે નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તબીબી ક્ષેત્રે સંપૂર્ણ પણે જાણકારી મળી રહે અને તેઓ એક સારા તબીબ બની લોકોનાં આરોગ્ય ની સેવા કરી શકે તેવા શુભ ઉદ્દેશ થી દર વર્ષે પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલ નાં ડીન ડો યોગેશાનંદ ગોસ્વામીનાં માર્ગદર્શન હેઠળ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબી શિક્ષકો નો ત્રણ દિવસ માટે મેડિકલ એજ્યુકેશન બેઝિક તાલીમ વર્ગ નું આયોજન તા.ર૮ સપ્ટેમ્બર થી તા ૩૦ સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું હોવાનું ધારપુર મેડિકલ હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું.
ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે આયોજિત આ ત્રિદિવસીય મેડિકલ એજ્યુકેશન બેઝિક તાલીમ વર્ગમાં ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૩૦ તબિબી શિક્ષકો ને નેશનલ મેડિકલ કમિશન દિલ્હી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ટ્રેનર ડો.નિરજ મહાજન દ્વારા તબીબી ક્ષેત્રમાં ઉપયોગી સંપૂર્ણ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ જેનો ધારપુર મેડિકલ હોસ્પિટલના તબીબી શિક્ષકો એ લાભ લઇ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ડોકટર તરીકે નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક સારા ડોકટર તરીકે તૈયાર કરી લોકોના આરોગ્ય ની સારી રીતે સેવા આપી શકશે.
ધારપુર મેડિકલ હોસ્પિટલના ડીન ડો.યોગેશાનંદ ગોસ્વામી નાં માર્ગદર્શન હેઠળ આયોજિત ત્રિદિવસીય મેડિકલ એજ્યુકેશન બેઝિક તાલીમ વર્ગ નું સફળ સંચાલન ડો.અનિલ ભતીજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.