પાટણ શહેરમાં અનેક દેવી દેવાઓના સ્થાનકો સહિત પીરની શ્રધ્ધા અને એકતાના દર્શન સમી દરગાહો આવેલી છે ત્યારે પાટણ શહેરના હાર્દસમા એવા કૃષ્ણ સિનેમાની સામે હજરત સાત સૈયદ પીરની આસ્થા અને એકતાના દર્શન કરાવતી દરગાહ આવેલી છે

ત્યારે ગતરોજ હજરત સાત સૈયદની દરગાહનો ઉષ મુબારક હોવાથી દરગાહના ખાદીમ આરીફ બાપુ સહિત સ્થાનિક વેપારીઓ અને મહોલ્લાના હિન્દુ ભાઈ-બહેનોના સહયોગથી આ દરગાહનો ઉષ મુબારક કોમી એકતાથી ઉજવવામાં આવતાં કોમી એકતાના ઐતિહાસિક નગરી પાટણમાં દર્શન થવા પામ્યા હતા.

ત્યારે દરગાહના ઉષ મુબારક નિમિત્તે પ્રસાદીનું આયોજન કરાતાં હિન્દુ-મુસ્લિમ તમામ ભાઈઓ અને બહેનોએ પ્રસાદીનો લાભ લઈ કોમી એકતાના દર્શન કરાવ્યા હોવાનું ભુરાભાઈ સૈયદે જણાવ્યું હતું.

આમ કોમી એકતા અને ભાઈચારો સુફી સંતોનો ઉપદેશ રહયો હતો તેને આજની આધુનિક પેઢીમાં પણ ચરિતાર્થ થતો જોવા મળ્યો હતો.