પાટણના જ્યોના નશા મુક્તિ કેન્દ્રમાં હાર્દિક સુથાર નામનાં યુવાનની થયેલ હત્યાનો મામલો…
પાટણ શહેરના જયોના નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા મહેસાણાના મોટીદાઉના યુવક હાર્દિક સુથારને નશા મુક્તિ કેન્દ્રના સંચાલક સહિત સાત શખ્સોએ બેરહેમી પૂર્વક મારપીટ કરતા તેનું મોત થયું હતું આ ઘટનાની પોલીસ તપાસમાં વધુ બે આરોપીને સુરત અને નવસારી થી પાટણ એલ સી બી પોલીસે ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે પકડાયેલા પાંચ શખ્સોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આમ અત્યાર સુધી પોલીસે 8 આરોપી ની ધરપકડ કરી છે.
પાટણના સરદાર કોમ્પલેક્ષમાં આવેલા જ્યોના નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર લઇ રહેલા મહેસાણાના મોટી દાઉંના 25 વર્ષીય યુવક હાર્દિક રમેશભાઈ સુથારને નશા મુક્તિ કેન્દ્રના સંચાલક કમલીવાડાના સંદીપ છગનભાઈ પટેલ સહિત સાત શખ્શોએ દોરડાથી હાથ પગ બાંધી પાઇપો અને ગડદા પાટુથી પેટમાં અને ગુપ્ત ભાગે આડેધડ મારપીટ કરતા તેનું મોત થયું હતું આ હત્યાની ઘટનાની પોલીસ તપાસમાં બે શખ્સોએ સીસીટીવી કેમેરા બંધ કરી લાઇટર વડે પ્લાસ્ટિક સળગાવી પ્લાસ્ટિકનું ગરમ થયેલું પ્રવાહી તેના ગુપ્તાંગ પર ટીપા પાડી ડામ આપવામાં આવ્યા હતા અને પ્લાસ્ટિક થી ગુપ્તાંગના વાળ પણ સળગાવ્યા હતા તેવો ચોકાવનારો ઘટસ્ફોટ થયો હતો.હાર્દિકે બાથરૂમમાં તેના ડાબા હાથ પર ચપ્પાથી નસ કાપવાનો પ્રયત્ન કર્યો હતો જે સંચાલક જોઇ તેઓ નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓમાં ડર ઉભો કરવા માંગતા હતા કે તમે આવું કંઈ કૃત્ય કરશો તો તમારી પણ આવી હલાત કરવામાં આવશે. તેવો દાખલો બેસાડવા માટે હાર્દિક સુથાર સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું.
ત્યારે પાટણ એલ સી બી પોલીસે આ ગુનાના વધુ બે આરોપી ગૌરવ ઈશ્વરભાઈ રાંદેરી રહે માનપુરામ માછીવાડ, મસ્જીદ વાળી ગલી, તુળજામાતાના મંદિર સામે, નાનપુરા, સુરત અને જૈનિષ રાજેશભાઈ તાડા રહે કતારગામ, સુરત ને પાટણ એલ સી બી પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડી વાય એસ પી કે. કે. પંડ્યા એ જણાવ્યું હતું કે સીસીટીવી ના આધારે પોલીસે વધુ બે આરોપી પકડયા છે જેમાં જૈનિષ અને ગૌરવ પણ ત્યાં સારવાર માટે આવ્યા હતા અને તેમને પણ હાર્દિક સુથાર ને માર માર્યો હતો.
આજે ઝડપાયેલા આરોપીઓ
1) ગૌરવ ઈશ્વરભાઈ રાંદેરી (રહે ૧/૨૪/૭૧ માનપુરામ માછીવાડ, મસ્જીદ વાળી ગલી, તુળજામાતાના મંદિર સામે, નાનપુરા, સુરત.)
2) જૈનિષ રાજેશભાઈ તાડા (રહે કતારગામ, સુરત.)