પાટણ શહેરના તિરૂપતિ માર્કેટ માં મંગળવારના રોજ રાત્રીના ના સમયે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા એક મોબાઇલ શોપની દુકાનની બહાર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરો તેમજ એલઇડી લાઇટ ની ચોરી કરી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. જોકે આ ઘટના અન્ય દુકાનની બહાર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય આ બાબતે પોલીસને જાણ કરાતાં પોલીસે તપાસના ચક્રોગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેર નાં બગવાડા પોલીસ ચોકી નજીક આવેલા તિરૂપતિ માર્કેટ માં છેલ્લા કેટલાક સમયથી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અવાર નવાર નાની મોટી ચોરી ના બનાવોને અંજામ આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં તિરૂપતિ માર્કેટ માં આવેલ મંદિર માંથી બે પિતળની પુજા માટે વપરાતી ધંટડીઆે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો જે બાબત સામાન્ય હોય કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી.
પરંતુ મંગળવારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમે એક્ટીવા ઉપર આવી માર્કેટ ની અંદર મોબાઇલ શોપ ની દુકાન ઉપર લગાવેલ સીસીટીવી કેમેરો અને એલઈડી લાઈટ અંદાજીત કિ.રૂ. ૪૦૦૦ ની તોડીને લઈ જતા અને આ સમગ્ર ઘટના બાજુની દુકાન બહાર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય દુકાન માલિક દ્વારા આ અજાણ્યા શખ્સ ને સબક મળે તે માટે પોલીસ તંત્રને જાણ કરતા સીસીટીવી ફૂટેજ નાં આધારે પોલીસ દ્વારા આ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.