પાટણના વાગડોદ નજીક રેતી ભરેલા ડમ્પર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં માતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે બાઈક ચાલક પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. આમ એક જ પરિવારના માતા, પુત્રી અને પુત્ર એમ ત્રણેયના મોત થયા છે.
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ અનેક લોકો અકસ્માતમાં મોતને પણ ભેટી રહ્યા છે. વાહન ચાલકોની ગફલતભરી ડ્રાઈવીંગના કારણે અથવા અન્ય કારણોસર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે પાટણના વાગદોડ નજીક ડમ્પર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સરસ્વતી તાલુકાના રેચવી ગામના માતા અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાઈક ચાલક પુત્રને ગંભીરઈજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.
- પાટણ: સિદ્ધપુરના સમોડા ગામે વૃદ્ધ બન્યા ચાઈનીઝ દોરી નો શિકાર
- પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેપાર કરતા ઈસમો સામે પાટણ જિલ્લા પોલીસની લાલ આંખ
- શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના વિધાર્થીઓ નેશનલ જાંબોરીમાં ઝળક્યાં
- પાટણ ના સિદ્ધપુર માં ફકરી માર્કેટ પાસેની પ્રાથમિક શાળામાં લાગી ભીષણ આગ
- Anupama 11 January 2022 Written Update | અનુપમા નો આજનો એપિસોડ