Radhanpur Poshdoda

પાટણ જિલ્લાના રાધનપુર ખાતેથી રેલવે પોલીસ દ્વારા પોષડોડાનો જથ્થો ઝડપી પાડયો.

ગુજરાત માં પોષડોડા ઉપર ગુજરાત સરકાર નો પ્રતિબંધ છે. પરંતુ પરપ્રાંતીય દ્રારા ગુજરાત માં નશા યુક્ત પોષદોડા, ગાંજો, દારૂ વિગેરે બોર્ડર પાર કરી પોલીસ બંદોબસ્ત હોવા છતાં પોલીસ ને ચકમો આપી ગુજરાત માં પ્રવેશ કરી વેચાણ કરતા હોવાના બનાવો અવાર નવાર સામે આવતા જોવા મળે છે. ત્યારે ગુજરાત ની બોર્ડર એરિયા માંથી પસાર થવું જોખમી હોઈ પરપ્રાંતીય શખ્સોએ રેલનો સહારો લઈ 26 કિલ્લો જેનો કિલો નો ભાવ 2500 રૂપિયા ગણી કુલ કિંમત રૂ.65000 જેટલી રકમના પોસદોડા લઈ ગુજરાતમાં પ્રવેશતા રાધનપુર રેલવે પોલીસે બન્ને ને મુદ્દામાલ સાથે રંગે હાથ પકડી લેતા ચકચાર મચી જવા પામ્યો છે.

બરેલી ભુજ રેલવે ના પેસેન્જરો ની સવારની વેળા એ ટીકીટ તપાસ RPF કરતી હતી તે દરમિયાન બે શખ્સો રાજયસ્થાન થી રાધનપુર રેલવે ઉપર ટીકીટ વગર માલુમ પડતા પોલીસ ને વધુ શક જતા બન્ને શખ્સો ની કડક પૂછ પરછ કરતા નશીલા પ્રદાર્થ પોષડોડા મળી આવ્યા હતા.આમ નસીલો પ્રદાર્થ મળી આવતા સી.આર. પી.એફ દ્રારા ઉચ્ચ અધિકારીઓ ને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સરકારી બે પંચો રાખી એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો નોંધીવા ની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ

બન્ને પકડાયેલ આરોપીઓ (1) કૈલાસસિંહ નંદાસિંહ રાવત (2) રવિન્દ્ર સિંહ નંદસિંહ રાવત બન્ને ભાઈ ઓ રહે.બછાડ તા.આસીન્દ જી.ભીલવાડ રાજસ્થાન વાળાઓ પોષડોડા સાથે પકડાતા રેલવે પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024