પાટણ શહેરની વિવિધ સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ દવારા ચોમાસા દરમ્યાન વૃક્ષાારોપણ કરી ગ્લોબલ વોમિંગ ની અસરને નાથવાના પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે પાટણમાં ગતરોજ એકતા ફોટોગ્રાફર મિત્ર મંડળ દવારા વૃક્ષાારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં સંસ્થાના પ્રમુખ હષદભાઈ પાટણકર, ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર સહિત સંસ્થાના સભ્યોએ હાજરી આપી હતી. સાથે સાથે વૃક્ષાોનું વિતરણ કરી તેના જતન અને માવજત કરવાની જવાબદારી સાથે વૃક્ષાોનું રોપણ કરવામાં આવ્યું હતું.