બનાસકાંઠાની સરહદ પર રાજસ્થાનને અડીને આવેલા પવિત્ર ધામ એવા ભાટરામ મુકામે શ્રી ચતુર સાહેબની પાવન ભૂમિ પર સંતશ્રી ૧૦૦૮ સાહેબ ચતુર સેવા સમિતિ સાઇઠ પરગણા સમાજ દ્વારા આયોજિત ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાયો હતો,જેમાં આજુબાજુ તેમજ દૂરથી સંતો અને ભાવિ ભક્તોને આમંત્રિત કર્યા હતા,
સાથે ગુરુભક્તો પણ મોટી સંખ્યામાં પધાર્યા હતા, આમ તો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ગુરુ અને શિષ્ય વચ્ચેનો મહિમા આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે, જેની સાથે પરમ ભક્તિ પણ જોડાયેલી છે, બસ એ જ રીતે અહીં પણ સંત અને શિષ્યોના સાનિધ્યમાં બાપુની સમાધિના દિવસ પર બારોટ સમાજની આસ્થા અને ઉમંગ વચ્ચે સંત શ્રી ૧૦૦૮ સાહેબ ચતુર સાહેબ ની જગ્યા પર ભવ્ય મેળાવડો યોજાયો હતો, આ પ્રસંગે આ ગાદી પર બિરાજમાન એવા સંતશ્રી ૧૦૮ મદનદાસ બાપુના ના સાનિધ્યમાં ભવ્ય સંત મેળાવડાનું ભવ્ય આયોજન કરાયું હતું,
જેમાં ચતુર સાહેબના સેવકોની સાથે ભાવિભક્તોએ દર્શન કરી રાત્રિના સમયે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં પાટણની લોક કલ્યાણ સેવા ગ્રૂપ સંસ્થાના હોદેદારોએ પણ સંતોના સાનિધ્યમાં શીશ જુકાવીને અવસરને પાવન કર્યો હતો, ત્યારબાદ મોડી સાંજે સંતોનું સન્માન તેમજ ભજન સંતવાણીમાં ભક્તો અને સમાજ બધુંઓ મશગૂલ થઈ વાતાવરણ ભક્તિમય બનાવીને સાથે ભેટપૂજા કરી, બીજા દીવસે સવારે પણ પૂજા અર્ચનાની સાથે શોભાયાત્રામાં ભાવિ ભક્તો જોડાઈ પ્રસાદ લઈને સરકારશ્રીની ગાઇડ લાઇનના પાલન સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરાયું હતું.