ડો.અજયભાઈ પારધીનો જન્મ ૧૯૪પમાં થયો હતો. તેઆેએ પાટણનાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં નાગરવાડા વિસ્તારમાં બાળપણ વિતાવ્યું હતું. બાળપણથી જ તેઆે તેજસ્વી અને હોંશિયાર હતાં . પ્રાથમિક શિક્ષણ તેઆેએ તે સમયની પાટણ શાખામાં સ્વ.ઇશ્વરભાઇ દવે ની છત્રછાયા નીચે મેળવ્યું હતું. ગુજરાતી ભાષા પ્રત્યે તેઆેને ખાસ લગાવ હતો અને નાનપણથી જ તેઆે પુસ્તકો – છાપાઆે વાંચતા હતા .
તેઆેનાં કાકા સ્વ.કીર્તિકુમાર જયસુખરામ પારધી સન . ૧૯૬૩ થી ૧૯૬૭ સુધી લાયબ્રેરીમાં મંત્રીની જવાબદારી નિભાવતા હતાં અને નાનપણથી જ તેઆેને ફતેહિસહરાવ લાયબ્રેરીમાંથી સારા સારા પુસ્તકો લાવીને વાંચવા આપતા હતા . આ તમામ પુસ્તકો તેઆે ખૂબ જ ઝડપથી વાંચી લેતાં હતા. તેઆેએ પ્રાથમિક શિક્ષણ સારા માર્કસ સાથે પાસ થઇ વડોદરા કોલેજમાં પરીક્ષા આપી . પ્રથમ નંબરે પાસ થઇ એમબીબીએસમાં દાખલ થયા હતાં. એમબીબીએસનો અભ્યાસ પણ તેઆેએ ખૂબ જ સારા માર્કસ સાથે પૂર્ણ કર્યા હતો અને વડોદરામાં તબીબ તરીકે તેઆેએ સેવા આપી. હતી. વડોદરા એમબીબીએસ પાસ કર્યાં પછી તેઆે વધુ અભ્યાસ અર્થે ઇ.સી.એમ.એફ.જી.ની પરીક્ષા માટે અમેરીકા ગયા હતાં અને આ પરીક્ષા પણ તેઆેએ સર્વશ્રેષ્ઠ માર્કસ સાથે પાસ કરી હતી જેથી તેઆે અમેરિકાની કોઇપણ યુનિવિર્સટીમાં પ્રવેશ મેળવી શકે .
ત્યાંથી શિકાગો યુનિવિર્સટીમાંથી તેઆેએ ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. આમ તેઆેએ શિકાગોની કોલેજમાં એમ.ડી. રેડીયોલોજી પાસ કયુઁ હતું. ત્યારબાદ સ્પેશીયલ પી.જી. ન્યુરોરેડીયોલોજી પાસ કરી ઉજજવળ શૈક્ષણિક કારકિદી પ્રાપ્ત કરી હતી. ત્રણ વર્ષ પહેલાં આવી જ રીતે તેઆે ભારતનાં ધામર્િક સ્થાનોની મુલાકાતે પરીવાર સાથે આવ્યા હતા તેઆેનાં પુત્રનાં આગ્રહને લીધે તેઆેએ પાટણની ખાસ મુલાકાત લીધી હતી. પાટણની ઐતિહાસિક રાણકીવાવની મુલાકાતે જઇ રહ્યા હતા તે સમયે રસ્તામાં તેઆેની નજર શ્રીમંત ફતેહિસહરાવ સાર્વજનિક પુસ્તકાલય ઉપર પડતાં જ તેઆેએ બાળપણનાં પુસ્તકાલયનાં સંસ્મરણો વાગોળ્યા હતાં.
આ પુસ્તકાલયની મુલાકાત લગભગ તેઆેએ ૩પ વર્ષ પછી લીધી હતી. લાયબ્રેરીની વ્યવસ્થાથી પ્રભાવિત થઈને તેઆેએ પ્રમુખ ડા.શૈલેષ બી . સોમપુરાની મુલાકાત લીધી હતી અને પુસ્તકાલયની જાળવણી અને કાર્યોની પ્રશંસા કરી હતી અને પ્રમુખ સાથે ખુબ જ ટુંકી ચર્ચા કરી પુસ્તકાલયને મદદ કરવાની ખાત્રી આપી હતી.
અમેરિકા જઈ તેઆેએ ૧૦ લાખ રુપિયાનું દાન પુસ્તકાલયનાં વિકાસ કાયર્ો અને પ્રવૃતિતઓ માટે દાન મોકલી આપ્યું હતું. તેઆે અવારનવાર પુસ્તકાલયનાં અને પાટણનાં સમાચાર અવશ્ય લેતા હતા અને પુસ્તકાલયનાં વિકાસ તથા કાર્યો જોઈ ખૂબ જ આનંદિત થતાં અમેરિકામાં પણ તેઆેએ શાળામાં તથા અન્ય જગ્યાએ ખૂબ દાન આપેલ છે.
તેઆે મને જાણો કાર્યક્રમ લાઇવ અમેરીકામાં પણ લોકો જોઇ શકે તેવી ઇચ્છા વ્યકત કરી હતી. તેઆેએ તેમની પાછળ તેઆેનાં મોટાભાઇ બંકીમજી પારધી તથા ધર્મપત્ની ડો.કલ્પનાબેન અને તેઆેનાં પુત્રને તેમજ અસંખ્ય ચાહકોને રડતાં મૂકી સ્વગર્ે સિધાવ્યા છે. પાટણનાં નગરજનો અને લાયબ્રેરીનાં કારોબારી સભ્યો અને વાંચકો આવાં દિવ્યઆત્માને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવે છે અને પરમાત્મા તેઆેનાં કુટુંબીજનોને આ દુ:ખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરે છે..