પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુયુનિવર્સીટી દ્વારા રાજય સરકારની સૂચના મુજબ જે યુનિવર્સીટી ઓફલાઇન પરીક્ષા લેવા માટે સક્ષમ હોય તે સંદર્ભે પાટણ યુનિવર્સીટી દ્વારા આગામી જુલાઇ માસના અંતમાં અનુસ્નાતક સેમ -ર ની પરીક્ષાઓ યોજવામાં આવશે. રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી યુનિવર્સીટી દ્વારા ઓનલાઈન પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે.

ત્યારે આગામી જુલાઇ માસમાં અનુસ્નાતક સેમ-ર અને સ્નાતકની ડીગ્રી પરના અભ્યાસ ક્રમોની પરીક્ષાઓનાં કાર્યક્રમો યુનિવર્સીટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા છે. યુનિવર્સીટી દ્વારા ઓફલાઇન પરીક્ષા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.આગામી જુલાઈ માસના અંતમાં યોજાનાર અનુસ્નાતક સેમ -ર અને સ્નાતક ડિગ્રી પ્રવેશના અભ્યાસક્રમો મળી કુલ ર૯ જેટલી પરીક્ષાઓ યોજવામાં આવશે .

તો પાટણ યુનિવર્સીટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજોમાં અનુસ્નાતક સેમ -ર અને સ્નાતક ડિગ્રી પરના અભ્યાસક્રમોના અંદાજે કુલ ૧૦ હજાર જેટલા વિધાર્થીઓ સરકારની ગાઇડલાઇન મુજબ ઓફલાઇન પરીક્ષા આપશે તેમ યુનિવર્સીટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.