મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છતાના સંદેશ સાથે વિદ્યાર્થીઓની ફિટ ઈન્ડિયા પ્લૉંગીંગ રન

પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલથી વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ સુધીના રસ્તા પરનો પ્લાસ્ટીક સહિતનો કચરો એકત્ર કરી વિદ્યાર્થીઓએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાટણ સ્થિત કેન્દ્રિય વિદ્યાલય દ્વારા ફિટ ઈન્ડિયા પ્લૉંગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના ઈન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી ડૉ.સુપ્રિયા ગાંગુલી દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત યોજાયેલી ફિટ ઈન્ડિયા પ્લૉંગીંગ રનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણના કેન્દ્રિય વિદ્યાલય દ્વારા ફિટ ઈન્ડિયા પ્લૉંગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી ઈન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી ડૉ.સુપ્રિયા ગાંગુલી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવેલ પ્લૉંગીંગ રનમાં કેનદ્રિય વિદ્યાલયના ૫૪૧ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત કે.કે. કન્યા વિદ્યાલયની ૧૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ આ રનમાં જોડાઈ હતી. વિદ્યાર્થીઓએ રાણીની વાવ સુધી નાગરીકોમાં ફીટનેસ અંગે જાગૃતિ કેળવવા યોજાયેલી પ્લૉંગીંગ રન દરમ્યાન મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા રસ્તા પરના પ્લાસ્ટીક સહિતના કચરાનું એકત્રિકરણ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કેન્દ્રિય વિદ્યાલયના પ્રાથમિક કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્લૉંગીંગ રન પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલમાં યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કેન્દ્રિય વિદ્યાલયના આચાર્યશ્રી રામવીર મીણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ફિટ ઈન્ડિયા પ્લૉંગીંગ રનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે મહાત્મા ગાંધીજીની તસવીરને માલ્યાર્પણ કરી અંજલી પાઠવવામાં આવી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024