પાટણ નગરપાલિકા ના પ્રમુખ અને ચીફ ઓફિસર ની હઠ ના કારણે અડધું પાટણ પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી નો નિકાલ થાય તેવું હોવા છતાં પણ પ્રજાને હેરાન કરવાની નિતિના વિરોધમાં અને પાટણની જનતાના પ્રશ્નો માટે આજે પાટણના ધારાસભ્ય શ્રી ડૉ.કિરીટભાઈ પટેલ પાટણ કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે.
પાટણની જનતાના વિવિધ પ્રશ્નો માટે પાટણ નગર પાલિકા તદ્દન નિષ્ફળ નીવડી છે પાટણ શહેર માં વરસાદ પડતા અડધું પાટણ પાણીમાં ગરકાવ થતા નગર પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા થઇ નથી. શહેરના રોડ રસ્તા તો જાણે માટીના બન્યા હોય તેમ ધોવાઈ ગયા છે અને ઠેર ઠેર ભુવા ને ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. પાલિકાની બેદરકારી ના લીધે પાટણની જનતા હેરાન પરેશાન થઇ રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.