ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુખાકારી પરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીવડી છે ત્યારે આજરોજ પાટણ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને કોપોરેટરો દ્વારા પાણી, સ્વચ્છતા,ભૂગભ ગટર અને સ્ટ્રીટ લાઈટો સહિતની શહેરીજનો ની મુશ્કેલી ઓને વાંચા આપવા નગરપાલિકાનાં વિરોધમાં માટલા ફોડ સહિત સૂત્રોચાર નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
પાટણ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, કોપોરેટરો દ્વારા પાટણ નગરપાલિકાના અણધડ વહીવટ અને શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ બનેલી ભાજપ શાસિત ચુંટાયેલા નગર સેવકો નાં વિરોધમાં શહેરના હિગળા ચાચર ચોકમાં એકત્ર થઇ માથા ઉપર ખાલી માટલા મુકી સુત્રોચ્ચાર કરી રોડ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરી બાઈક રેલી સાથે પાલિકા કેમ્પસ ખાતે આવી હંગામો મચાવ્યો હતો અને પાલિકાની અંદર જવા માટે મુકાયેલા બેરીકેટને પણ કોંગ્રેસ પક્ષાના આગેવાનો દવારા ખેંચીને તોડી પાડી પાલિકાના અધણડ વહીવટ સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
જોકે આ સમય દરમિયાન પાલિકા ખાતે જવાબદાર અધિકારીઓ, ચીફ ઓફીસર કે પાલિકા પ્રમુખ હાજર ન રહેતા ઉશ્કેરાયેલા પાટણ શહેર મહિલા કોંગ્રેસ સમિતિના મહિલા કાર્યકર્તાઓ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને નગરપાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસ ના સભ્યોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં ધસી આવી તેઓની ખુરશી અને ટેબલ સહિત ઓફિસની ફર્સ ઉપર માટલાં ફોડતાં અફડા તફડી મચી જવા પામી હતી તો પાલિકા ખાતે મહિલા કોંગ્રેસ સમિતિ સહિતના આગેવાનો દ્વારા કરાયેલા હંગામાને પગલે પાલિકા માં કામ અર્થે આવેલા અરજદારોમાં ઘડીભર માટે સનસનાટી મચી જવા પામી હતી અને શહેરીજનોને સુખાકારી પુરી પાડવામાં ઉણી ઉતરેલી ભાજપ શાસિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ સામે જોરદાર વિરોધ પ્રદર્શિત કરાતા પાલિકાના તમામ કર્મચારીઓ પણ બહાર દોડી આવ્યા હતા અને હાયરે ભાજપ હાય હાય શહેરીજનોને પાણી આપો જેવા સૂત્રોચ્ચાર પોકારી સમગ્ર વાતાવરણને ગજવી મૂકયું હતું.
આ પ્રસંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે ભાજપનું શાસન પાલિકામાં આવ્યું છે ત્યારથી પાલિકાના તમામ ક્ષોત્રે ભાજપનો વહીવટ નિષ્ફળ નિવડયો હોવાનું જણાવી જાહેરમાં ભૂગર્ભના ગંદા પાણી, સ્ટ્રીટ લાઈટો, સ્વચ્છતા અને હવે પીવાના પાણીની તકલીફને લઈ શહેરીજનો ભાજપ શાસિત પાલિકાના વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ત્યારે વિકાસના નામે ભાજપને વોટ આપી ૩૮ જેટલી સીટો પાલિકામાં મોકલી આપતાં શહેરીજનો આજે તેઓના ભ્રષ્ટ વહીવટને લઈ છેતરાયા હોવાનો અહેસાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું. અને કોંગ્રેસ સાથે શહેરીજનોએ પાલિકામાં માટલા ફોડી વહેલી તકે શહેરીજનોની તમામ સમસ્યાઓ દૂર થાય તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તો ભાજપના જ કેટલાક કોપોરેટરો અને સભ્યો પણ ભાજપ શાસિત પાલિકાથી કંટાળીને કોંગ્રેસે આપેલા કાર્યક્રમમાં હિંગળાચાચરથી તેઓની સાથે રહી નગરપાલિકા સુધી આવી તેઓએ પણ આ સમસ્યા સામે પોતાની મૂક સંમતિ દર્શાવી હોવાનું પણ જણાવ્યું હતું
તો એક મહિલાએ ભાજપ શાસિત પાલિકા દવારા શહેરીજનોને પડતી હાલાકીનો કોઈ નિવેડો લાવવામાં ન આવતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હોવાનું જણાવી પોતાનો કંઈક આ રીતે બળાપો વ્યકત કર્યો હતો.
વોર્ડ નં.૯ના અપક્ષા ઉમેદવાર ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકામાં ભાજપે સુકાન સંભાળ્યું છે ત્યારથી પ્રથમ ભૂગર્ભના ગંદા પાણીનો પ્રશ્ન, ત્યારબાદ સ્વચ્છતા, સ્ટ્રીટલાઈટ અને હવે પીવાના પાણીની શહેરીજનોને સમસ્યા ઉદભવી હોવાનું જણાવી છેલ્લા ચાર થી પાંચ દિવસથી પાણીની સમસ્યા ઉદભવવા પામી છે ત્યારે જાત નિરીક્ષાણ કરતાં ખાન સરોવરના ફિલ્ટર પ્લાન્ટ પરની સાપટીન છેલ્લા ત્રણ દિવસથી બગડી જતાં પાણીનો પોકાર ઉદભવવા પામ્યો છે જેથી પાલિકાના શાસકોએ આ બાબતે ગંભીરતાથી વિચારીને તાત્કાલિક જે વિસ્તારોમાં પાણીનો પોકાર પડયો છે તે વિસ્તારોમાં પીવાના પાણીની સગવડો ઉભી કરવાનું જણાવી તાત્કાલિક જોડે ઉભા રહીને ચોવીસ કલાકમાં સાપટીનનું કામ પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા આહવાન કરી પાલિકાના શાસકો શાસન કરવા માંગે છે કે નહીં તે સમજાતું ન હોવાનો પ્રશ્નાર્થ કરી તેઓને સારો વહીવટ કરવા અનુરોધ કર્યો હતો.
આજરોજ પાલિકા ખાતે નગરપાલિકાના મહિલા પ્રમુખની ચેમ્બરમાં કોંગ્રેસ પક્ષાના આગેવાનો અને હોદેદારોએ માટલા ફોડીને જે કૃત્ય કયું છે તેને પાલિકા પ્રમુખે નિંદનીય ગણાવી બપોર સુધી મોટર નાંખવાની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ વિસ્તારોમાં પાણી આપવાનું હોવાનું જણાવી અગાઉ કોંગ્રેસ શાસિત પાલિકામાં મહિનાઓ સુધી લોકોને પાણી વગર રાખ્યા હોવાના આક્ષોપો કરી ભાજપ શાસિત પાલિકા શહેરીજનોની સુખાકારી માટે પ્રયત્નો કરતી આવી છે અને આગામી દિવસોમાં શહેરીજનોને કોઈ તકલીફ ન પડે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવી આજરોજ પાલિકામાં માટલા ફોડી જનતાને ઉશ્કેરવાનું કામ કયું હોવાનું જણાવ્યું હતું.