ગાંધીના ગુજરાતમાં હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા ઉભી કરી ને પછી…

statue of godse in gujarat
- Advertisement -

This browser does not support the video element.

મહાત્મા ગાંધી(Mahatma Gandhi)ના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાને લઈને ગુજરાતમાં વિવાદ થયો છે. સોમવારે હિન્દુ સેના દ્વારા ગોડસેની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી, જેને મંગળવારે સવારે કોંગ્રેસના કાર્યકરોએ તોડી પાડી હતી.

મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેને 10 ફેબ્રુઆરી 1949ના રોજ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, ત્યારબાદ 15 નવેમ્બર 1949ના રોજ નાથુરામ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના જામનગરમાં ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

જો કે, હિન્દુ સેનાએ 8 ઓગસ્ટે જ નાથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મૂર્તિ સ્થાપિત કરવા માટે જગ્યા ન આપ્યા બાદ આ પ્રતિમા જામનગરના હનુમાન આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી હતી.

ગાંધીના હત્યારાઓની પ્રતિમા લગાવેલી જોઈને કોંગ્રેસના નેતાઓ મંગળવારે સવારે આશ્રમ પહોંચ્યા અને તેમણે ગોડસેની પ્રતિમા તોડી નાખી. જામનગર(Jamnagar) કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને તેમના સાથીઓએ પ્રતિમાની તોડફોડ કરી હતી. કોંગ્રેસ નેતાઓએ તોડતી વખતે ગળામાં કેસરી પટ્ટો બાંધ્યો હતો.