નવલા નોરતાના અંતિમ દિવસે મહોલ્લા-પોળો સહિત સોસાયટીઓમાં ખેલૈયાઓ અવનવા ટ્રેડીશનલ ડ્રેસ સાથે મોડીરાત સુધી મનમૂકીને ગરબે ઘુમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા.

ત્યારે પાટણ શહેરના ચાણસ્મા રોડપર લીલીવાડી સામે આવેલી રોયલ પેલેસ બંગ્લોઝ ખાતે પણ નવરાત્રી પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે નવલા નોરતાના અંતિમ દિવસે સ્થાનિક રહીશો વિવિધ ટ્રેડીશનલ ડ્રેસ સાથે ગરબે ઘુમતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને ડી.જે.ના તાલે મનમૂકીને ટ્રેડીશનલ ડ્રેસ સાથે અવનવી સ્ટાઈલ અને સ્ટેપ સાથે ગરબે ઘુમી મા અંબેની આરાધના કરતા જોવા મળ્યા હતા.

તો ટ્રેડીશનલ ડ્રેસ સાથે રોયલ પેલેસ સોસાયટીની સ્થાનિક મહિલાઓએ નવરાત્રીને યાદગાર બનાવવા સમૂહમાં ફોટો સેશન કરાવી નવરાત્રી પર્વની પૂણાહૂતિ કરી હતી. આમ અંતિમ દિવસે રોયલ પેલેસ સોસાયટીના ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમી માતાજીની આરાધના સાથે આનંદ વ્યકત કરતાં જોવા મળ્યા હતા.

https://youtu.be/he01F8teeEg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024