સ્વસ્થ્ય ભારત સભ્ય ભારત બહુજન સુખાય બહુજન હિતાયના સંકલ્પ સાથે પાટણના સરકારી આયુર્વેદિક દવાખાનામાં પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદિક દવાની સાથે યજ્ઞ ચિકિત્સાથી શારીરિક પીડાથી મુકત કરવાના શુભ આશયથી ગાયત્રી પરિવારની બહેનો દ્વારા ગાયત્રી યજ્ઞથી યજ્ઞ ચિકિત્સાના વૈજ્ઞાનિક દુષ્ટિકોણથી ઔષધીય ગુણોનો લાભ મળી શકે તે માટે દર મહિને આયુર્વેદિક દવાખાનામાં છેલ્લા ૪૯ મહિનાથી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હતું.
જે અન્વયે પ૦માં ગાયત્રી યજ્ઞ પ્રસંગે સરકારી આયુર્વેદિક દવાખાના ખાતે પંચકુંડી ગાયત્રી યજ્ઞ રાખી તમામ કર્મચારીગણ સહિત વૈદ્ય ભાર્ગવભાઈના પુરુષાર્થની ઉર્જા સૌના સુધી પહોંચ અને સ્વાસ્થ્ય સંવર્ધન અભિયાન સફળ બને તેવા શુભ આશયથી પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે પ્રાકૃતિક ચિકિત્સા આયુર્વેદિક જેવી નિર્દોષ પધ્ધતિ અપનાવી એલોપેથીની આડઅસર થી સમાજ મુકત બની સાચા અર્થમાં સ્વાસ્થ્યની જાળવણી કરવા પણ અપીલ કરવામાં આવી હતી.