ભારતીય ટેલિકોમ બજારમાં જીયોએ એન્ટ્રી મારીને તહેલકો મચાવી દીધો હતો. ત્યારબાદ સતત નેટ પૅક અને કોલિંગ દરોમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતીય માર્કેટમાં પણ જીયો આવ્યા બાદ ઘણા ફેરફારો આવ્યા છે. હવે ફરી એક વખત ટેલિકોમ માર્કેટમાં તહેલકો થવાની તૈયારી થઈ ચૂકી છે. જેનું મુખ્ય કારણ છે કે દેશની સૌથી મોટી કંપનીઓમા સામેલ બાબા રામદેવની પતંજલિ પણ આ ક્ષેત્રમાં આવવાની છે.
થોડા દિવસો પહેલા યોગગુરુ બાબા રામદેવ દ્વારા જીયો અને અન્ય કંપનીઓને ટક્કર આપવા માટે ભારત સંચાર નિગમ લિમિટેડ સાથે મળીને પતંજલિ સિમ કાર્ડ લાવવાનું એલન કર્યું હતું અને હવે તેના સિમ કાર્ડ પણ લોંચ કરી દેવામાં આવ્યા છે. હવે પતંજલિએ સિમ કાર્ડની સાથે ડેટા પ્લાન પણ લોંચ કરી દીધા છે. જીયો ને ટક્કર આપવા માટે અને માર્કેટમાં પોતાની જગ્યા બનાવવા માટે બાબા રામદેવ દ્વારા આકર્ષક પ્લાનની ઘોષણા કરવામાં આવી છે.
બાબા રામદેવના જણાવ્યા અનુસાર નવા પ્લાનમાં ગ્રાહકો એ ફક્ત ૩૬૫ રૂપિયા જ ચુકવવાના રહેશે. આ ૩૬૫ના રીચાર્જ પર તમને પ્રતિદિવસ 2GB 4G ડેટા, અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ સાથે ૧૦૦ એસએમએસ પ્રતિદિવસની સુવિધા પણ મળશે.
તમને આ સાથે જણાવી દઈએ કે આ ૩૬૫ના પ્લાનની વેલીડિટી ૩૬૫ દિવસની રહેશે એટલે કે ૧ વર્ષની વેલીડિટી રહેશે. બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડ થોડા વર્ષોમાં જ એક પ્રસિધ્ધ બ્રાન્ડ બનીને આગળ આવી છે. પતંજલિ ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે જેમ કે આયુર્વેદિક દવાઓ થી શરૂ કરેલું કામકાજ આજે લગભગ બધા જ ક્ષેત્રોમાં પહોચી ગયું છે.
બાબા રામદેવની બધા જ ક્ષેત્રોમાં અપાર સફળતા બાદ સંચાર ક્ષેત્રમાં પણ પગલું મૂક્યું છે. આ સિમ કાર્ડને પતજલીએ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) સાથે મળીને લોંચ કર્યું છે. આ સિમ કાર્ડનું નામ સ્વદેશી સ્મૃધ્ધિ સિમ કાર્ડ રાખવામા આવેલ છે.