- ગુજરાત રાજ્ય વોડકાઈ કરાટે ચેમ્પિયન શીપ 2019 હાલમાં જ કોબા પ્રેક્ષા વિધાભારતી સંકુલ ગાધીનગર ખાતે યોજાઈ હતી જેમાં રાજ્યના25 જિલ્લાના 600થી વધુ સ્પર્ધકોએ અલગ અલગ વયજુથ અને વેઈટ માં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પાટણ શહેરના એકજ પરિવારના ત્રણ સભ્યો મા,દિકરો અને દિકરીએ એક સાથે શિલ્ડ મેળવી પાટણને ગૌરવ અપાવ્યું છે.
- પાટણની રહીશ જાનકી અલ્કેશભાઇ પંડ્યા જે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર મા ફિઝિયોથેરાપી અભ્યાસ કરી રહી છે તેણે એબોવ 16 વયજુથ અને 45 થી 55 કિ.ગ્રામ વજન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે તેના ભાઈ પાર્થો પંડયાએ એબોવ 16 વય જૂથ અને ૭૦ કિલોગ્રામ વજનમાં સતત ત્રીજા વર્ષે રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી હેટ્રીક સર્જી છે.
- આ સ્પર્ધામાં આ બંને બાળકોની માતા શીતલબેન એ.પટેલ(પંડયા) એ ઓફિસિયલ રેફરી તરીકેની ભૂમિકા ભજવી હતી જે બદલ તેમને પણ શીલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રતિયોગિતાનું આયોજન નેશનલ વોડકાઇ એસોસિએશનના ટેકનીકલ ડાયરેક્ટર સિહાન અરવિંદભાઈ રાણા ના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.
પાટણના રહીશ શીતલબેન અલ્કેશભાઇ પંડ્યા હાલમાં સિદ્ધપુર ખાતે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ રાજ્ય સરકારની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગાંધીનગર દ્વારા ચાલતી મહિલા સ્વરક્ષણ તાલીમ સેન્ટરમાં દસ વર્ષ સુધી ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી ચૂકયા છે
- ૩૦૦૦ થી વધુ સ્કૂલ બાળાઓ અને મહિલાઓને કરાટેની તાલીમ આપી સ્વરક્ષણ માટે પ્રશિક્ષિત કર્યા છે. તેઓ પાટણ જિલ્લાના એકમાત્ર મહિલા કરાટે ઇન્સ્ટ્રક્ટર છે અને હાલમાં પણ ઇચ્છુક મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને નિશુલ્ક તાલિમ આપી રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News