•  શિવસેના, રાષ્ટ્રવાદી, કોંગ્રેસે સ્થાપન કરેલી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ સોમવારે પાર પડશે.
  • તળ મુંબઈમાં વિધાનભવનના પ્રાંગણમાં બપોરે 1.00 વાગ્યાથી શપથવિધિ કાર્યક્રમ સંપન્ન થશે. આથી વિસ્તરણમાં કોને કોને મંત્રીપદ મળે છે તે જોવાની સૌને જ ઉત્સુકતા છે.
  • શિવસેનાના 13, રાષ્ટ્રવાદીના 13 અને કોંગ્રેસના 10 મંત્રીઓ શપથ લેશે એવી ધારણા છે. દરેક પક્ષોએ પ્રાદેશિક ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.
  • શિવસેના વતી મુંબઈથી અનિલ પરબ, રવીંદ્ર વાયકર અથવા સુનિલ પ્રભુ, સુનીલ રાઉત, કોંકણથી ઉદય સામંત, ભાસ્કર જાધવ અથવા વૈભવ નાઈક, પશ્ચિમ મહારાષ્ટ્રથી શંભુરાજે દેસાઈ, પ્રકાશ અબિટકર, મરાઠવાડાથી સંજય શિરસાટ અથવા અબ્દુલ સત્તાર, તાનાજી સાવંત, વિદર્ભથી આશિષ જયસ્વાલ અથવા સંજય રાયમુલકર, બચ્ચુ કડુ, સંજય રાઠોડ, થાણેથી પ્રતાપ સરનાઈક, ઉત્તર મહારાષ્ટ્રમાંથી ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે અથવા સુહાસ કાંદેને તક મળવાની સંભાવના છે.
  • રાષ્ટ્રવાદીની વાત કરીએ તો પશ્ચિમ મહારાષ્ટ્રમાંથી અજિત પવાર, દિલીપ વળસે પાટીલ, હસન મુશરીફ, બાળાસાહેબ પાટીલ, દત્તા ભરણે, વિદર્ભથી અનિલ દેશમુખ, થાણેથી જિતેન્દ્ર આવ્હાડ, મુંબઈથી નવાબ મલિક, મરાઠવાડાથી ધનંજય મુંડે, રાજેશ ટોપે, ડો. રાજેન્દ્ર શિંગણે, કોંકણથી અદિતિ તટકરે, ઉત્તર મહારાષ્ટ્રથી ડો. કિરણ લહામટે, જ્યારે કોંગ્રેસમાંથી ઉત્તર મહારાષ્ટ્રમાંથી કે. સી. પાડવી, મરાઠવાડાથી અશોક ચવ્હાણ, અમિત દેશમુખ, પશ્ચિમ મહારાષ્ટ્રથી સતેજ પાટીલ, વિશ્વજિત કદમ, વિદર્ભથી વિજય વડેટ્ટીવાર, યશોમતી ઠાકુર, મુંબઈથી વર્ષા ગાયકવાડ અથવા અમીન પટેલનો સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. શિવસેનાના 10 કેબિનેટ અને ત્રણ રાજ્ય મંત્રી, રાષ્ટ્રવાદીના પણ 13 કેબિનેટ અને ત્રણ રાજ્યમંત્રી, જ્યારે કોંગ્રેસના 8 કેબિનેટ અને 2 રાજ્યમંત્રી હશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024