Patel Parivar na tran bhai ben nu aksmaat ma dukhad avsaan

Patan : સુરત બારડોલી હાઇવે પર બમરોલી પાસે થયેલ શનિવારે હેપ્પી ફેમિલી ડે ના દિવસે જ સજૉયેલા ગોજારા અકસ્માત માં પાટણ ના ત્રણ ભાઈ બહેન ના કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાની ઘટના સજૉતા મૃતક ના પરિવારજનો સહિત સમગ્ર શહેરીજનોમાં ધેરા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી તો ત્રણેય મૃતક ભાઈ-બહેનોની રવિવારે તેમના નિવાસ સ્થાનેથી એક સાથે અંતિમ યાત્રા નીકળતાં પરિવારજનો ના આક્રંદ વચ્ચે સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા સૌની આંખો ભીની થઈ સ્વ. ના આત્માઓની શાંતિ માટે કામના વ્યકત કરી પરિવારજનો ને સાંત્વના પુરી પાડી હતી.

સુરત બારડોલી હાઇવે પર બમરોલી પાસે શનિવારે ડમ્પર અને કાર વચ્ચે સજૉયેલ ગોજારા અકસ્માત માં માંડવી ના મહેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, એમની પત્ની અને દીકરી તેમજ મહેશભાઈની પાટણ રહેતી બે ભાણી અને એક ભાણો એમ 6 લોકો ના મૃત્યું નિપજયા હતા. ત્યારે આ 6 લોકો ની લાશ નું પી.એમ કરી વાલી વારસાને સોંપવામાં આવી હતી. ત્યારે પાટણ ના ત્રણે ભાઈ બહેન ની લાશ ને મોડી રાત્રે પાટણ લવાતા પરિવારના આક્રંદ વચ્ચે શોક ની કાલીમા છવાઈ જવા પામી હતી.

રવિવારે સવારે ત્રણે ભાઈ બહેન ની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાટણ શહેર ના બળિયાપાડા વિસ્તારમાં ચલાખિયાના માઢ મા રહેતા હર્ષદભાઈ જીવાભાઇ પટેલના લગ્ન સુરત માં થયા છે . હર્ષદભાઈ તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે સુરતના માંડવી સસરા ઘરે ગયા હતા અને ત્યાંથી બે ભાણી અને ભાણો તેમના મામની ગાડી માં સબંધી ના લગ્ન પ્રસંગમાં જતા હતા ત્યાંરે આ ગોજારો અકસામત સજૉતા હર્ષદભાઈ પટેલ ની બે મોટી દીકરી મેઘાબેન પટેલ અને નાની દીકરી તમન્ના, દીકરા અક્ષિત સહિત મામા ,મામી અને તેમની દીકરી સહિત છ લોકો ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

અકસ્માત ના પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી તમામ લાશો નું પંચનામું કરી પીએમ કરાવી લાશો ને વાલી વારસને સોંપવામાં આવી હતી. ત્યારે મોડી રાત્રે પાટણ ખાતે ત્રણેય ભાઈ બહેન ની ડેડ બોડી લાવવામાં આવતા પરિવાર ના આક્રંદ વચ્ચે વિસ્તારમાં શોક નું મોજું ફરી વળ્યુ હતું.

રવિવારે સવારે ત્રણે ભાઈ-બહેનની એકી સાથે પોતાના નિવાસ સ્થાને થી અંતિમ યાત્રા નીકળતા ગમગીની નો માહોલ છવાયો હતો. એક સાથે નીકળેલી ત્રણેય ની અંતિમ યાત્રા માં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ના લોકો જોડાયા હતા. અને મૃતકના પરિવારજનો ને સાંત્વના આપી હતી. અકસ્માત માં મૃત્યુ પામેલા પાટણ ના ત્રણ ભાઈ બહેનો મા મેઘાબહેન હર્ષદભાઈ પટેલ ઉ.વ. 22, તમન્નાબહેન હષૅદભાઈ પટેલ ઉ.વ.16, અક્ષીતકુમાર હર્ષદભાઈ પટેલ ઉ.વ.12, હોવાનું જાણવા મળ્યું છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024