Radhanpur ma lagan na aagla divase j yuvak ni hatya

Patan : પાટણ જિલ્લાના રાધનપુરમાં દુઃખદ ઘટના ઘટી છે. આવતીકાલે યુવકના લગ્ન હતા અને આજે તેની હત્યા કરી નાંખવામાં આવી છે. ત્યારે લગ્નનો અવસર હવે માતમમાં ફેરવાઈ ગયો છે. મૃતક યુવકના પરિવારે ભારે આક્રંદ મચાવ્યું હતું.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સમીના અમરાપુર ગામના રહેવાસી વિપુલ ઠાકોરની (Vipul Thakor Murder) છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. રાધનપુર શહેરમાં જાહેરમાં હત્યા નીપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વિપુલ ઠાકોરના લગ્ન હતા. રાધનપુરમાં લગ્નની ખરીદી કરવા માટે આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

રાધનપુરમાં લગ્નના આગલા દિવસે વરરાજાને છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપી ઝડપાયો – હત્યાનું કારણ છે ચોંકાવનાર

સમી તાલુકાના અમરાપુર ગામમાં રહેતા ઠાકોર સમાજના યુવાન વિપુલના આવતીકાલે રવિવારે લગ્ન હતા. જેથી તે આજે રાધનપુર લગ્નની ખરીદી માટે ગયો હતો. રાધનપુરમાં ઈસ્કોન શોપિંગ મોલમાં વિપુલ ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ હત્યારો છરી લઈને તૂટી પડ્યો હતો અને હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.

ધોળા દિવસે હત્યા કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મૃતક વિપુલ ઠાકોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, કયા કારણોસર હત્યા કરવામાં આવી તે જાણી શકાયું નથી.

સમી તાલુકાના અમરાપુર ગામમાં રહેતા નિરાશ્રિત ઠાકોર સમાજના યુવાનની લગ્નના એક દિવસ પહેલા જ હત્યાના કારણે નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાના કારણે વરરાજાના પરિવાર અને તે જ્યાં પરણવા જવાનો હતો તે દીકરીના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024