fast

fast

કળયુગમાં હનુમાનજી જ સ્થાયી ભગવાન છે. હનુમાનજીની ભક્તિ કરવાથી શનિ અને ગ્રહ બાધા દૂર થાય છે. મંગળ દોષથી મુક્તિ મળી જાય છે. હનુમાનજી સંકટ હરનારા છે. કહેવાય છે કે હનુમાનજીની કૃપા જેના પર વરસે છે તેને કોઇ નુકશાન પહોંચાડી શકતું નથી.

મંગળવારનો દિવસ હનુમાનજીનું વ્રત (fast) રાખવાથી અટકી પડેલા કામ બની જાય છે. મંગળવારે વ્રત રાખવા માટે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. 

મંગળવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ થઇ જવું જોઇએ. મંગળવારે વ્રત કરનારે આ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. આ દિવસે લાલ રંગના વસ્ત્ર ધારણ કરવાનું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ હનુમાનજીને સિન્દૂર, લાલ ફૂલ, વસ્ત્ર ચઢાવવા જોઇએ. 

આ પણ જુઓ : અમેરિકાની કોર્ટે પીએમ મોદી અને અમિત શાહ સામે થયેલો 10 કરોડ ડોલરનો કેસ ફગાવી દીધો

ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક હનુમાનજીની પ્રતિમાની સામે જ્યોત પ્રગટાવીને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ. પ્રસાદમાં બેસનના લાડુઓ અથવા તો ખીરનો ભોગ ચઢાવો જોઈએ અને પોતે મીઠા વગર ભોજન કરવું જોઇએ. શનિની મહાદશા, ઢૈય્યા અથવા સાડાસાતીની પરેશાનીને દૂર કરવા માટે પણ આ વ્રત ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. 

મંગળવારની સાંજે હનુમાનજીની સામે બેસીને મંત્રોનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવાથી તમામ સંકટ દૂર થાય છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024