aadhar card 1 crore penalty

ભારત સરકારે (Indian Government) હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ને આધાર એક્ટનું પાલન ન કરનારાઓ સામે 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની (penalty) સત્તા આપી છે. કાયદો પસાર થયાના લગભગ બે વર્ષ બાદ સરકારે આ નિયમોને જાહેર કર્યા છે. આ અંતર્ગત UIDAI આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા અધિકારીઓની નિમણૂક કરી શકે છે. સાથે જ ગુનેગારોને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. 2 નવેમ્બરના રોજ, સરકારે UIDAI (એડિક્શન ઑફ ફાઇન) નિયમો, 2021 ની સૂચના બહાર પાડી.

આ હેઠળ, UIDAI એક્ટ અથવા UIDAIની સૂચનાઓનું પાલન ન કરવાના કિસ્સામાં ફરિયાદ કરી શકાય છે. UIDAI દ્વારા નિયુક્ત અધિકારીઓ આવા કેસોનો નિર્ણય કરશે અને આવી સંસ્થાઓ પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે. ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ અને એપેલેટ ટ્રિબ્યુનલ આ નિર્ણયો સામે અપીલ કરી શકે છે.

કાયદામાં કેમ સુધારો કરવામાં આવ્યો?

સરકાર આધાર અને અન્ય કાયદા (સુધારા) અધિનિયમ, 2019 લાવી હતી જેથી UIDAI પાસે પગલાં લેવાની સત્તા હોય. હાલના આધાર કાયદા હેઠળ, UIDAI પાસે આધાર કાર્ડનો દુરુપયોગ કરતી સંસ્થાઓ સામે પગલાં લેવાની સત્તા નથી. વર્ષ 2019માં પસાર થયેલા કાયદામાં દલીલ કરવામાં આવી હતી કે, ‘ગોપનીયતાના રક્ષણ માટે અને UIDAIની સ્વાયત્તતાને સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારો કરવાની જરૂર છે.’ આ પછી નાગરિક દંડની જોગવાઈ માટે આધાર એક્ટમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું હતું.

નિર્ણાયક અધિકારીઓની ભૂમિકા

2 નવેમ્બરે અધિસૂચિત કરાયેલા નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે નિર્ણય લેનાર અધિકારી ભારત સરકારના સંયુક્ત સચિવના રેન્કથી નીચેનો ન હોવો જોઈએ. તેની પાસે 10 વર્ષ કે તેથી વધુ કામનો અનુભવ હોવો જોઈએ. ઉપરાંત, તેને કાયદાના કોઈપણ વિષયમાં વહીવટી અથવા તકનીકી જ્ઞાન હોવુ જોઇએ. ઉપરાંત, તેની પાસે મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમર્સમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

UIDAIના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે

નિયમો અનુસાર, UIDAI તેના એક અધિકારીને પ્રેઝન્ટિંગ ઓફિસર તરીકે નોમિનેટ કરી શકે છે. તે ઓથોરિટી વતી અધિકારી સમક્ષ મામલો રજૂ કરશે. નિર્ણાયક અધિકારી, નિર્ણય લેતા પહેલા, કથિત રીતે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અથવા સંસ્થાને નોટિસ પાઠવશે. આ પછી, સંબંધિત સંસ્થાએ તેના પર શા માટે દંડ ન લગાવવો જોઈએ તેના કારણો આપવા પડશે. અધિકારીને હકીકતો અને સંજોગોથી પરિચિત કોઈપણ વ્યક્તિને બોલાવવાનો અને હાજરી આપવાનો અધિકાર છે.

અધિકારી દ્વારા લાદવામાં આવેલ કોઈપણ દંડની રકમ UIDAI ફંડમાં જમા કરવામાં આવશે. જો ચુકવણી કરવામાં ન આવે તો, જમીન મહેસૂલ નિયમો હેઠળ બાકી રકમ વસૂલ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024