ભીવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી,અત્યાર સુધી 10 મૃતદેહ મળ્યા…

Bhiwandi
- Advertisement -

This browser does not support the video element.

Bhiwandi

મહારાષ્ટ્રમાં થાણે સ્થિત ભીવંડી (Bhiwandi) માં એક ત્રણ માળની ઈમારત મધરાતે ધરાશાયી થઈ ગઈ. આ બિલ્ડિંગના કાટમાળ નીચે 24થી વધુ લોકો દટાયેલા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી છે. એનડીઆરએફની બે ટીમો રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટનાસ્થળે છે. 

પીએમ મોદીએ ટ્વીટ  કરીને આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો અને પીડિત પરિવારોને સાંત્વના પાઠવી.

થાણે નગર નિગમના પીઆરઓએ જણાવ્યું કે, ભિવંડી (Bhiwandi) માં દુર્ઘટના વહેલી પરોઢે 3:20 મિનિટે પટેલ કમ્પાઉન્ડમાં બની. આ દરમિયાન બિલ્ડિંગના લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા. અત્યાર સુધી કાટમાળમાંથી 10 લોકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

બીજી તરફ, એનડીઆરએફની ટીમે કાટમાળમાં ફસાયેલા એક પાંચ વર્ષના બાળકને સુરક્ષિત કાઢ્યું છે. બાળકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. ડૉક્ટર્સ મુજબ, બાળક ખતરાથી બહાર છે.

સ્થાનિક લોકો મુજબ, વર્ષ 1984માં બનેલા જિલાની અપાર્ટમેન્ટ, મકાન નંબર 69 નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો મોડી રાત્રે ધરાશાયી થઈ ગયો. બિલ્ડિંગમાં 21 પરિવાર રહેતા હતા. તો મળતી માહિતી મુજબ, આ બિલ્ડિંગ ડેન્જર લિસ્ટમાં હતું. તેને ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે નોટિસ મળ્યા બાદ કેટલાક લોકો અહીંથી જતા રહ્યા હતા, પરંતુ કેટલાક લોકો અહીં રહી રહ્યા હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.