રોલર કોસ્ટર અધવચ્ચે અટકી જતા 197 ફૂટ ઊંચે લોકો ઊંધા લટકી રહ્યા

Roller Coaster
ફાઈલ તસ્વીર
- Advertisement -

This browser does not support the video element.

Roller Coaster

ચીનના જિયાંશુ પ્રાંતના વુશીમાં આવેલા સુનાક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રોલર કોસ્ટર (Roller Coaster)ની મજા માણવા ગયેલા વીસ લોકો જોડે ભયજનક ઘટના બની હતી. પાર્કમાં રોલર કોસ્ટરઅધવચ અટકી પડતાં બેઠેલા લોકો ઊંધે માથે લટકી ગયા હતા. એટલુંજ નહિ એક કલાક સુધી તેમણે આ રીતે લટકતા રહેવું પડ્યું હતું. ત્યારબાદ આ બેઠેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઊતારવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકોએ લોકોની માફી માગી હતી. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ 2019માં પણ આવી ઘટના બની હતી. રોલર કોસ્ટર લોકોથી આખું ભરેલું હતું અને અચાનક હવામાં અટકી ગયું હતું.

આ પણ જુઓ : જાપાનમાં હૈશેન વાવાઝોડા આતંકથી 8,10,000થી વધુ લોકોનું સ્થળાંતર

આ રોલર કોસ્ટરના ચાલકનો એવો દાવો હતો કે રોલર કોસ્ટરના માર્ગમાં કોઇ પક્ષી ઊડતું આવી ચડે તો રોલર કોસ્ટરના સેન્સર તરત એને અટકાવી દે છે જેથી કોઇ દુર્ઘટના ન બને. આ રોલર કોસ્ટર 4,192 ફૂટ લાંબું છે. એ કલાકના 119 કિલોમીટરની ઝડપે સૂસવાટા મારતું ચાલે છે અને એની કુલ ઊંચાઇ 197 ફૂટની થવા જાય છે.

આ પણ જુઓ : PUBG ન રમી શકવાને કારણે આઈટીઆઈ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

મિડિયા અને સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પૂછપરછ કરવા ગયા ત્યારે પાર્કના સંચાલકોએ તેમને કહ્યું કે અમારા તરફથી આ ઘટનાની તપાસ ચાલી રહી હતી. પાર્કના સંચાલકોનો દાવો હતો કે આ રોલર કોસ્ટર આધુનિક ટેક્નોલોજીના આધારે બન્યું હતું અને લોકોની સુરક્ષાને અગ્રતા આપવામાં આવે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.