PUBG

ભારતમાં કેન્દ્ર સરકારે ચીન સાથેના તણાવને લઇ ઘણી એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં ઓનલાઇન ગેમ પબજી (PUBG) મોબાઈલનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં 21 વર્ષીય વિદ્યાર્થી પ્રીતમ હલદરેએ ઓનલાઈન ગેમ પબજી ન રમવાને કારણે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.

પોલીસે રવિવારે જણાવ્યું કે, ચકદાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પુરબા લાલપુરમાં પોતાના ઘરે આઈટીઆઈનો વિદ્યાર્થી પ્રીતમ હલદરેએ આત્મહત્યા કરી લીધી. ઉપરાંત તેની માતા રત્નાએ જણાવ્યું કે, શુક્રવારે સવારે નાશ્તો કર્યા બાદ હલદર પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો.

આ પણ જુઓ : Gujarati singer : આ ગુજરાતી ગાયક કલાકારનું કોરોનાથી લંડનમાં મોત

તેમણે કહ્યું, “જ્યારે હું તેને બપોરે ભોજન આપવા માટે બોલાવવા ગઈ તો તેનો રૂમ અંદરથી બંધ હતો. વારંવાર ખખડાવવા છતાં દરવાજો ખોલ્યો નહીં તો મેં પાડોશીઓને બોલાવ્યા. તે દરવાજો તોડીને ઓરડામાં ગયા તો જોયું કે તે પંખાથી લટકેલો હતો.” રત્નાએ દાવો કર્યો કે તેનો દીકરો પબજી ન રમવાને કારણે ઉદાસ હતો.

આ પણ જુઓ : જાપાનમાં હૈશેન વાવાઝોડા આતંકથી 8,10,000થી વધુ લોકોનું સ્થળાંતર

પોલીસે જણાવ્યું કે પરિવાર સાથે વાત કર્યા બાદ તેમને લાગી રહ્યું છે કે પ્રીતમે મોબાઈલ ગેમ ન રમી શકવાને કારણે આત્મહત્યા કરી છે. નોંધનીય છે. આ મામલે પોલીસનું કહેવું છે કે તેણે અપ્રાકૃતિક મોતનો કેસ નોંધ્યો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024